તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:બેંકોનો નવી ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે : કમલેશ યાજ્ઞિક

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવી પીપલ્સ બેંક દ્વારા ડિરેક્ટર અને અધિકારીઓની તાલીમ કાર્યક્રમ કરનાર ગ્રામ્ય સ્તરની પ્રથમ બેંક

ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા બેંકના ડિરેક્ટર, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત તાલીમી કાર્યક્રમનું આયોજન સાપુતારામાં કરાયું હતું. આ કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે સુરતના કાનજીભાઇ ભાલાળા તેમજ કમલેશભાઈ યાજ્ઞિક આમંત્રિત કરવામાં આવ્યા હતા. વરાછા પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને વક્તા કાનજીભાઈ ભાલાળા સહકારી બેન્કો સામેના પડકારો એ વિષય ઉપર બોલતા જણાવ્યું હતું કે હાલમાં સહકારી બેંકો ખૂબ જ કપરા કાળમાંથી પસાર થઈ રહી છે બેન્કોએ સુધારો કરો પ્રગતિ કરો સ્મોલ ફાયનાન્સ બેંક અને કન્વર્ઝન કરો, અન્ય બેન્કોમાં મર્જ થઈ જાવ, ક્રેડિટ સોસાયટી બનાવો અને સમયની રાહ જોવો.

આ પાંચ વિકલ્પમાંથી એક વિકલ્પ તરફ જવું જ પડશે પરંતુ મેનેજમેન્ટની પદ્ધતિ ફેરફાર કરવી પડશે. પરંપરાગત મેનેજમેન્ટની પદ્ધતિ ફેરવવી પડશે. રોજેરોજ પરિસ્થિતિ અનુસાર ચર્ચા વિચારણા કરી નિર્ણય લઈ અમલ કરવો પડશે. સહકારી બેંકોએ નફાને ધ્યાન પર લેવો જ પડશે. બેન્કો સામે ટેકનોલોજીના પડકારો સાયબર ફ્રોડના પડકારો, કર્મચારીઓને સક્ષમ બનાવવા ઇન્વેસ્ટીગેટિવ સિસ્ટમ પ્રેકટીસ, સમયસર નિર્ણય કરવા ગ્રાહકોને શિક્ષિત કરવા ગ્રાહક આધુનિક ઝડપી સેવા માગે છે.

તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની ગ્રામ્ય સ્તરની આ પહેલી બેંક છે, જેને આ રીતે આ પરિસંવાદ યોજાયો હોય. અત્રે ઉલ્લેખનીય છે કે 1998ની સાલથી ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક એ આધુનિકીકરણનો પ્રારંભ કર્યો હતો. વક્તા સુરતના કમલેશભાઈ યાજ્ઞિકે જણાવ્યું હતું કે આવનાર યુગોમાં બેન્કિંગનો છે પરંતુ બેંકોનો નવી ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ ઝડપથી થઇ રહ્યો છે પરંતુ એ ટેકનોલોજીનો સ્વિકારવાની પણ એટલી જ જરૂરિયાત છે, જે મંદ ગતિથી થઈ રહ્યો છે.

રોબર્ટ બેંકમાં કાર્યરત થઇ રહ્યાં છે. આ ભવિષ્યની ટેકનોલોજી અને આધુનિકીકરણમાંથી આપણી છટકી શકીએ એમ નથી. બેંકના ગ્રાહકોને સંતોષ આપવો ખૂબ જ જરૂરી છે. હરીફાઈ અને સાયબર સિક્યુરિટી ખૂબ જ આવશ્યક બનતા જાય છે. આ પ્રસંગે બેંકના ચેરમેન ગોપાલભાઈ ગોહિલે સૌને સન્માનિત કર્યા હતા. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન મનિષભાઈ દેસાઈએ વક્તાઓનું સન્માન કર્યું હતું. બોર્ડના સિનિયર મેમ્બરોએ યોજાયેલી પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...