તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાનો પ્રયોગ:ગણદેવી પાલિકાનો બહિર્ગોળમુખી મીરર મૂકી ટ્રાફિકને મદદરૂપ થવા પ્રયાસ

ગણદેવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે થતાં અકસ્માતો નિવારવા કરાયેલી કાર્યવાહી

ગણદેવી નગરએ જૂનું ગાયકવાડી નગર છે. નગરની અંદર ગલીઓ પણ આવેલી છે જે મુખ્ય માર્ગ સાથે જોડાયેલી છે. કેટલીક ગલીઓ તો એક માર્ગી છે. આ ગલીઓમાં પ્રવેશતા કે આ ગલીઓમાંથી નીકળતાં વાહનો કેટલીયવાર ટ્રાફિકની સમસ્યા સર્જતા જોવા મળ્યાં છે. આ સમસ્યાઓ નિવારવા કે હળવી કરવા માટે ગણદેવી નગરપાલિકાએ બહિર્ગોળ મુખી મીરર મુકવાનો પ્રારંભ કર્યો છે.

ગણદેવી નગરના મુખ્ય માર્ગને જોડતા આવા એકમાર્ગી રસ્તા પર આવો બહિર્ગોળ મુખી મીરર મૂકી ગણદેવી નગરપાલિકા અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે નવા પ્રયોગો સાથે આગળ આવી હોવાનું ગણદેવી પાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ અને ચીફ ઓફિસર નીલકંઠને જણાવ્યું હતું. પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ કેયુર વશીએ જણાવ્યું હતું કે ગણદેવી નગરના મુખ્ય માર્ગો ઉપરાંત ગણદેવી નગરની અંદર આવેલી સાંકડી ગલીઓમાં પણ આવા બહિર્ગોળ મુખી મીરર કેટલીક જગ્યાએ મૂકવામાં આવશે, જેમ કે પારસી અગિયારીની ગલી ખાટકીવાડની ગલી જે મુખ્ય માર્ગ સાથે જોડાય છે.

હાલમાં આવા મીરર જુની મામલતદાર કચેરી અને સિનિયર સિટીઝન હોલમાં સૌપ્રથમ વાર મૂકી તેનો પ્રારંભ કરી એની અસરો શું શું આવે છે એનો અભ્યાસ કરી રહ્યો હોવાનું ચીફ ઓફિસર નીલકંઠભાઈએ જણાવ્યું હતું. બાદમાં અન્ય જગ્યાએ નગરમાં ક્યાં-ક્યાં આ પ્રકારના મીરર મુકવા તે માટે હાલમાં નગરપાલિકાના કાઉન્સિલરો અને નગરના અન્ય અગ્રણીઓ પાસે સલાહ સૂચનો મેળવાઈ રહ્યાં છે. ગણદેવી નગરપાલિકાના આ નવતર પ્રયોગને નગરના સિનિયર સિટિઝન્સ ગ્રુપ, લાયન્સ ક્લબ, સોશિયલ ગ્રુપ અને નગરની અન્ય સંસ્થાઓ તેમજ સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...