પોઝિટિવ રન:ગણદેવીમાં રન ટુ ચેન્જ લાઇફની થીમ ઉપર 400 જેટલા રનરોએ દોડ લગાવી

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોટરી ક્લબ ઓફ ગણદેવી દ્વારા દોડનું આયોજન કરાયું

રોટરી કલબ ઓફ ગણદેવી દ્વારા ગણદેવીમાં Run to Change Lives થીમ સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં આશરે 400 જેટલા રનરોએ ભાગ લઈને દોડને સફળ બનાવી હતી. આ ઈવેન્ટમાં 5 અને 10 કિમી એમ બે કેટેગરીમાં દોડ યોજાઈ હતી. ગણદેવી પાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ, પરેશ અધ્વર્યું, રોટરી કલબ પ્રમુખ રો.કૌતિક દેસાઈ, મંત્રી રો.ભરત પટેલ, ઈવેન્ટ ચેરમેન રો.ડૉ. કૌશલ વૈદ્ય સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓની હાજરીમાં લીલી ઝંડી બતાવી દોડનો પ્રારંભ કરાયો હતો.

આ દોડમાં ગણદેવી સરદાર ચોકથી ફરીને ચાંગા, ધનોરીથી લઈને એંધલ પાટિયા સુધીનો રુટ નક્કી કરવામાં આવ્યો હતો. દોડ શરૂ થતાં પહેલાં જીગરભાઈ કોટડીયાએ ઝૂંબા દ્વારા વોર્મઅપ કરાવાયું હતું. આ દોડને ફોટોગ્રાફી નિસર્ગ નાયક તરફથી સહયોગ મળ્યો હતો. ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા સતત સમગ્ર રુટને કવર કરીને સલામતી પૂરી પાડવામાં આવી હતી. દમણિયા હોસ્પિટલ તરફથી એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડી આકસ્મિક સંજોગો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણદેવી તાલુકા કોળી સમાજ દ્વારા દૂરથી આવતા દોડવીરો માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવી હતી.

આ ઈવેન્ટમાં ગણદેવી, બીલીમોરા, વલસાડ, નવસારીથી રનર્સએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ભાગ લેનાર દરેક દોડવીરને આકર્ષક મેડલ આપવામાં આવ્યા હતાં. સૌ માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી. ફોટોગ્રાફીના શોખીનો માટે 2 સેલ્ફી પોઇન્ટ ગોઠવવામાં આવ્યાં હતાં.

આ દોડમાં 7 વર્ષથી લઈને 76 વર્ષ સુધીના દોડવીર ભાઈઓ અને મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ અશ્વિનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ ઈવેન્ટને સફળ બનાવવા રોટેરીયનો તથા કૌશિક પંડ્યા, જયશિવ દેસાઈ, ગણેશ પટેલ, ડો.હર્ષ પટેલ, મોહિતભાઈ, સતિષભાઈ, પ્રતીક દલાલ વગેરેએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...