તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઝાડ પર ચડેલા બોરીગાંવઠાના યુવકનું કરંટ લાગવાથી મોત

ગણદેવી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી-ગણદેવી નવસારી રોડ પર રહેજ ગામની હદમાં આવેલા લાકડાના બેન્સામાં કામ કરતા ડાંગના બોરીગાંવઠા ગામના આદિવાસી યુવાન ભેંસોના કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ પર ચડી ઝાડની ડાળીઓ જાળવવા માટે કાર્યરત હતો ત્યારે બાજુમાંથી જ પસાર થતી માણેકપુર એગ્રીકલ્ચર લાઈનનો કરંટ લાગતા તેનું મૃત્યુ થયું હતું.3

ગણદેવી નવસારી રોડ પર આવેલા રહેજ ગામની હદમાં આવેલા શાંતિ ટીમ્બર માર્ટમાં રોજી રળતા ડાંગના બોરીગાવઠાના નવરાભાઈ ધનજીભાઈ ચૌધરી (ઉ.વ. 43) ટીમ્બર માર્ટની હદમાં આવેલી ઝાડની ડાળીને કાપવા માટે ઝાડ પર ચડ્યા હતા. દરમિયાન બાજુમાંથી પસાર થતી 11,000 વોલ્ટની માણેકપોર કૃષિ લાઈનના જીવંત વીજતાર સાથે ડાળી અડી જતા તેમને કરંટ લાગતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા.

ઘટનાની જાણ ગણદેવી પીએસઆઈ પરાક્રમસિંહ કછુવાહને થતાં તેઓ પણ તેમની ટીમ સાથે તુરંત સ્થળ ધસી ગયા હતા. ગણદેવી વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ પણ તુરંત જ ઘટનાસ્થળે ધસી આવી મૃતકને ઝાડ પરથી ઉતાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...