માનવતા મરી પરવારી નથી એ ઉક્તિને ચરિતાર્થ કરતું એક નાની છતાં મહત્ત્વની ઘટના ગણદેવીના બજારમાં ગુરૂવારે બની હતી. આમ તો આ ઘટનામાં ઘડિયાળીનો વ્યવસાય કરતા તેમજ ગણદેવીના માજી નગરસેવક એવા ઠાકોરભાઈ પટેલ ઉર્ફે ઘડિયાળી ગુરૂવારે ગણદેવી બજારમાંથી 10 હજારથી વધુ રોકડ ભરેલું પાકીટ મળી આવ્યું હતું. તેમણે આ પાકીટ કોનું હશે તેની ચિંતા કરી તેના માલિકની શોધખોળ હાથ ધરી હતી.
બીજી તરફ જેનુ પાકીટ ખોવાયું હતું એ મધ્યમવર્ગીય બહેન પણ શોધી રહ્યાં હતા. રાજસ્થાનથી આવેલા ગતરોજ બજારમાં કોઈ કામ માટે આવેલા અને તેઓ ઉંમરવાળા હતા તેમનું રૂપિયા 10200 રોકડ ભરેલું પાકીટ બજારમાં ક્યાં ગુમ થઈ ગયું હતું. બીજી તરફ ઠાકોરભાઈ માલિકને શોધતા હતા અને ગુરૂવારે 24 કલાકની મહેનતને અંતે બન્નેનો ભેટો થયો હતો. તેમણે મૂળ માલિકને આ એમનું પાકીટ મૂળ સ્થિતિમાં મળતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, સામાન્ય માણસથી લઇ ખમતી દરેક સમાજના લોકોમાં માનવતાનો અને પ્રામાણિકતાનો અંશ છુપાયેલો રહે છે. અવાર-નવાર કિમતી વસ્તુઓ ગુમ થયા બાદ પણ મળી જતી હોય છે. સમાજના આવા સજ્જન માણસોને કારણે જ માનવતા હજુ સુધી જીવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.