યુવાન વૃદ્ધા:103 વર્ષના વૃદ્ધા હજુ પણ જાતે રાંધીને ખાય છે

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણદેવીની સુગરાબીબી ચૂંટણીમાં મતદાન કરવા અચૂક જાય છે

ગણદેવીના ખત્રીવાડ જળદેવી માતાના મંદિર સમયે હાલમાં રહેતા અને ગણદેવીમાં જ જન્મેલ એવા 103 વર્ષના સુગરાબીબી અબ્દુલ કરીમ મલેક આજે પણ પોતાનું રાંધી પોતે ખાય અને અન્યોને પણ પ્રેમથી જમાડે છે. એટલું જ નહીં બજારમાં શાકભાજી લેવા જતા હોય ત્યારે પોતાની શેરીના અન્ય મહિલાઓ પણ સુગરા બાને પોતાની જરૂરી શાકભાજી લાવવાનું કામ સોંપે તો બા ખૂબ જ પ્રેમથી કરે છે. ખૂબ જ સેવા ભાવનાને ભરેલા સુગરાબા વ્યવસાય વણકર રહ્યા હતા અને આજે એમની પાંચમી પેઢી જોઈ આનંદિત થઈ રહ્યા હોવાનું જણાવે છે.

રાષ્ટ્રભક્તિને વરેલા આ બા લોકશાહીની ચૂંટણીમાં મતદાન કરવા માટે કોઈપણ વાહનનો ઉપયોગ કરતા નથી અને પોતે પોતાના ત્રણ પુત્રો કે દીકરીઓ સાથે કે પૌત્રો સાથે કે પૌત્રીઓ સાથે મતદાન કરવા જાય છે. તેઓ 1942 ની ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા હતા. વિશાળ પરિવારમાં સુગરાબાના ભાઈઓ હયાત નથી. જે બે બહેનો છે તેઓ પણ આટલા સશક્ત નથી. સશક્તિ અને નિરોગી પણનું કારણ તેઓ આનંદ અને પરોપકારિતા જણાવે છે. તેઓને નખમાં પણ હજી રોગ નથી. તેઓ કુદરતને વધુ માને છે. આયુર્વેદિક ઉપચારોમાં માને છે. એવા આ બા આજે પણ આનંદ, પરોપકારી અને સ્વાવલંબી જીવન જીવે છે.

ભાગલા વખતે પાકિસ્તાન ન ગયા
તેઓ રાષ્ટ્ર ભક્તિ અને દેશભક્તિને ભરેલા છે. જ્યારે દેશ આઝાદ થયો અને દેશના ભાગલા થયા ત્યારે ગણદેવી નગરના અગ્રણીઓ સ્વ. લક્ષ્મીચંદભાઈ પાનાચંદભાઈ શાહે એમને પૂછ્યું હતું કે, તેઓ પાકિસ્તાન જવા માંગે છે કે ભારતમાં રહેવા માંગે છે? તો તેમણે ખૂબ જ મક્કમતાથી ભારત મારી માતૃભૂમિ હોવાનું જણાવી અત્રે જ સ્થાયી થઈ રહેવાનો મંતવ્ય વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...