તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા લાવવા ગણદેવી નગરમાં ગત સપ્તાહમાં વેંગણીયા નદી બંધારણથી અભિયાનનો આરંભ કર્યા બાદ શનિવારે પર્યાવરણ અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી નગરની અંદર 17 વિવિધ સ્થળોએ 72 જેટલા રંગબેરંગી ભીંત ચિત્રો ચિત્રકારો દ્વારા દોરવાનો પ્રારંભ થયો છે. નગરજનોની અંદર આ વિષય વસ્તુ બાબતે જનજાગૃતિ આવે અને સ્વચ્છતાની સ્વયં સૂઝ ઉભી થાય એવા ઉમદા ઉદ્દેશ્યથી નગરપાલિકા દ્વારા આ ભીંતચિત્રોના અભિયાનનો પ્રારંભ થયો હોવાનું નગરપાલિકા પ્રમુખ રમણભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ અને કારોબારી સમિતિના અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલે જણાવ્યું હતું.
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ ભીંતચિત્રો નગરમાં આવેલા મુખ્ય માર્ગો, મુખ્ય સ્થળોની જાહેર દિવાલો ઉપર મોટા વિશાળ દોરવામાં આવશે. ગણદેવી કન્યાશાળા, મટન માર્કેટ, શાકભાજી માર્કેટ, તાલુકા પંચાયત, કોર્ટ, હાઈસ્કૂલ, સરકારી દવાખાનું નગરપાલિકાની કમ્પાઉન્ડ વોલ પશુ દવાખાના, એસટી ડેપો, પોલીસ સ્ટેશન, બ્લોક હેલ્થ ઓફિસની દિવાલો, કમ્પાઉન્ડ વોલ જેવા જાહેર સ્થળોએ રંગબેરંગી અને આકર્ષક ડિઝાઇનમાં કલાકારો દ્વારા ચિત્રો દોરાશે. કુલ 17 સ્થળોએ 72 જેટલા વિવિધ સંદેશા આપતા રંગબેરંગી ભીતચિત્રો કાયમી રહેશે એવા પાકા કલરથી દોરાઈ રહ્યા હોય લાંબો સમય સુધી લોકો સુધી સંદેશ જશે એવી આશા વ્યક્ત કરી હતી. ગણદેવી નગરના કેટલાક જાગૃત નાગરિકોએ આ ભીંતચિત્રો દોરવા નગરના ફાઈન આર્ટ્સ ના વિદ્યાર્થીઓ અને પેઇન્ટર કલાકારો આ કાર્યમાં જોતરાઈ તો વિશેષ આવકાર્ય રહેશે એવું સૂચન કર્યું છે, અને આ કાર્યને બિરદાવ્યું છે. અમલસાડની ફાઈન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓને આ કાર્યમાં સાથ લઈ એમના પ્રાધ્યાપકો દ્વારા હરિફાઈ પણ યોજી શકાય એવું સૂચન ફાયનાન્સ કોલેજના નિવૃત્ત આચાર્ય કેશવભાઈ ટંડેલે વાતચીતમાં કહ્યું હતું. નગરમાં ભૂતકાળમાં આવા ભીંતચિત્રો કંપાઉન્ડ વોલપેપર દોરવા માટે ફાયનાન્સ કોલેજના વિદ્યાર્થીઓની હરિફાઈ પણ યોજવામાં આવી હોવાના બનાવો નગરમાં મોજુદ છે. નગરપાલિકા સત્તાધીશો આ બાબતે જરૂર વિચાર કરશે એવી આશા નગરના કલારસિકોએ વ્યક્ત કરી છે અને આ કાર્યને આવકાર્યું છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.