રીડિંગ પ્રોગ્રામ:ગણદેવીમાં રીડિંગ પ્રોગ્રામનો 400 બાળકો લાભ લઇ રહ્યા છે

ગણદેવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળકોમાં વાંચન ભૂખ જાગે અને બાળકો પુસ્તકો અને લાયબ્રેરીમાં જાય તેવા ઉમદા ઉદ્દેશથી અને સમર વેકેશનનો સદુપયોગ કરી શકાય તે હેતુથી ગણદેવી ગઝદર લાયબ્રેરી દ્વારા સ્વ. સુનિલભાઈ પટેલની પ્રેરણાથી 2005થી પ્રારંભ થયેલા સમર વેકેશન રીડિંગ પ્રોગ્રામ ભારે બાળ ચાહના મેળવી રહ્યો છે. રોજના 400થી વધુ બાળકો એનો લાભ લઈ રહ્યાં છે. બાળકો જ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે એ એનું આગવું પાસું છે.

બાળવાચકો ઉત્સાહપૂર્વક ગઝદર લાયબ્રેરીમાં સવારથી સાંજ સુધી આવે છે અને પુસ્તકો વાંચવા માટે લઈ જાય છે. સાથે સાથે લાયબ્રેરીમાં અખબારો, અન્ય માસિકો તેમજ પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. 30મી એપ્રિલથી પ્રારંભ થયેલો આ કાર્યક્રમ 29મી મેના રોજ પૂર્ણ થશે. 29મી મેના રોજ સવારે 9:30 કલાકે ગણદેવી રામજી મંદિરમાં આ કાર્યક્રમનો વાંચક બાળકોનું ઉત્સવવર્ધક સન્માન કાર્યક્રમ યોજાનાર છે.

આ સન્માન પ્રાપ્ત કરવા માટે બાળકોએ ઓછામાં ઓછા વીસ પુસ્તકો વાંચ્યા હોવા જોઈએ એ તમામને બિરદાવાશે. છેલ્લા 17 વર્ષથી ચાલી રહેલા આ કાર્યક્રમનું સંચાલન હીર પટેલ, યુગ પટેલ, ખુશી પટેલ, અલ્પાબેન સોની સહિત તેમની ટીમ કરી રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વેકેશન દરમિયાન બાળકોમાં વાંચન વધે તેવો પ્રયાસ કરવાનો રહ્યો છે.

ભુલાભાઈ ફાઉન્ડેશનના ઉમેશભાઈ ખત્રી, વિનોદભાઈ કાપડિયા, એડવોકેટ દીપકભાઈ દેસાઈ સહિત વિવિધ દાતાઓના સહકારથી આ કાર્યક્રમને વધુ વેગવાન અને પ્રોત્સાહક બનાવાઇ રહ્યો છે. ગઝદર લાઇબ્રેરીના તમામ સંચાલકો આ સમર વેકેશન કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. આગામી દિવસોમાં યોજાનાર ઈનામ વિતરણ સમારોહમાં આયોજનને ઓપ આપવા લાયબ્રેરી સંચાલકોની મિટીંગ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...