તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઘરૂ ગણિત!:ગણદેવી પાલિકામાં ભાજપના 4 કાઉન્સિલર રિપિટ, 12 કપાયા, 4 હારેલા ઉમેદવારને ફરી ટિકિટ આપવાનું અઘરૂ ગણિત!

ગણદેવી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગણદેવી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા તમામ 6 વોર્ડ માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 4 ઉમેદવારને રિપીટ કર્યા છે અને અગાઉ હારી ગયેલા 4 ઉમેદવારને ફરીથી ટિકિટ આપી ઉમેદવારી કરાવી છે. નગરપાલિકાની કુલ 24 બેઠક પૈકી ભાજપે અગાઉ કુલ 16 બેઠક પર કબજો મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 8 બેઠક મેળવી હતી. જેમાં વોર્ડ-1 અને 6માં કોંગ્રેસે અને બાકીના તમામ વોર્ડ ભાજપે કબજે કર્યા હતા. હાલ કુલ 6 વોર્ડમાં 24 બેઠક પર દરેક વોર્ડમાં એક સામાન્ય બેઠક રાખવામાં આવી છે.ભાજપે પાલિકાની આ ચૂંટણીમાં હારેલા ઉમેદવારને પણ તક આપીને જુગાર ખેલ્યો છે.

તેની સામે સિટીંગ કોર્પોરેટરોમાં માત્ર 4ને જ રિપીટ કરાયા છે. જ્યારે અન્યને તક અપાઈ નથી. હાલ ભાજપે વોર્ડ-2માં રવુભાઈ પટેલ, વોર્ડ-3માં મુનાફભાઈ માસ્તર, વોર્ડ-5માં સરસ્વતિબેન પટેલ તેમજ આશાબેન ટેલરને રિપીટ કર્યા છે તો વોર્ડ-1માં અગાઉ હારેલા ભાવનાબેન નાયકને તથા માજી પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલને પુન: તક આપી ઉમેદવારી કરાવી છે. એજ રીતે વોર્ડ-6માં પણ અગાઉ પરાજીત થયેલા હફસાનાબીબી મુજાવર તથા એજ વોર્ડના કેયુરભાઈ વશીને ફરી તક આપી ઉમેદવારી કરાવી છે. જ્યારે કોંગ્રેસે હજી સુધી ઉમેદવારની યાદી જાહેર કરી નથી.

ગણદેવી પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ-1
સારીકાબેન સુરેશભાઈ પટેલ
ભાવનાબેન અશોકકુમાર નાયક
ભાવેશકુમાર બાબુભાઈ પટેલ
પ્રાણલાલ કેસરભાઈ પટેલ

વોર્ડ-2
જીગીષાબેન રવિભાઈ પટેલ
ભાનુબેન રમેશભાઈ પટેલ
રવુભાઈ ભીખુભાઈ પટેલ
ચંદ્રકાંત યાદગીરી ગાજુલ

વોર્ડ-3
રેખાબેન ગૌતમભાઈ હળપતિ
મુમતાઝ ઈમ્તિયાઝ રંગરેજ
અમીતકુમાર દશરથભાઈ ગજ્જર
મુનાફ અહમદ માસ્તર

વોર્ડ-4
પુષ્પાબેન કિરણભાઈ ગરાણીયા
સંગીતાબેન મિનેશકુમાર કાયસ્થ
ધર્મેશભાઈ સુમનભાઈ હળપતિ
કલ્પેશકુમાર અમૃતલાલ ઢીમ્મર

વોર્ડ-5
સરસ્વતિબેન જીજ્ઞેશભાઈ પટેલ
આશાબેન મેહુલભાઈ ટેલર
નિરવકુમાર અશોકભાઈ સગર
પિનાકીનભાઈ પ્રફુલચંદ્ર પંડ્યા

વોર્ડ-6
મનિષાબેન હિરેનભાઈ તળાવિયા
હફસાનાબીબી શકીલભાઈ મુજાવર
કેયુરભાઈ કુલીનચંદ્ર વશી
રીઝવાન શબ્બીરઅહેમદ શેખ

ગણદેવી તાલુકા પંચાયતના ભાજપના તમામ, કોંગ્રેસના મહત્તમ ઉમેદવારો જાહેર

બેઠકકોંગ્રેસભાજપ
અમલસાડહેમાંગીબેન પટેલમનીષા નાયકા
અજરાઇદિવ્યાબેન પટેલરક્ષા પટેલ
કછોલીકિન્નરીબેન નાયકમનીષા નાયક
અને હિનાબેન દેસાઇ
સાલેજભૂમિકાબેન નાયકનીતાબેન દેસાઇ
વેગામરમણભાઇ પટેલ
અને કલ્પેશ પટેલભુપેન્દ્ર પટેલ
બીગરી-1મોહનભાઇ પટેલતેજસ પટેલ
બીગરી-2રાજેશ પટેલવિનોદ પટેલ
મેંધરજાહેરાત બાકીઅનિતા ટંડેલ
ગણદેવાજીગીશાબેન પટેલતેજલ મિસ્ત્રી
ધનોરીમિનાક્ષીબેન હળપતીજિજ્ઞા વૈધ
મટવાડઅનિલભાઇ પટેલઅનિલ રાઠોડ

​​​​​​​

બેઠકકોંગ્રેસભાજપ
ધમડાછાઆરતીબેન પટેલસંગીતા નાયકા
તલોધગિરીશભાઇ પટેલસંજય પટેલવાઘરેચપ્રથમેશ મહાજનધીરેન પટેલદેવસર-1જાહેરાત બાકીહર્ષિલ નાયક
દેવસર-2મુકેશભાઇ પટેલરીંકેશ પટેલ
ધકવાડાસુરેશભાઇ હળપતીભાવેશ પટેલ
ઉંડાચરીપેશ હળપતીભરત નાયકા​​​​​​​
અંભેટાજાહેરાત બાકીરેખા પટેલ
ભાઠાજાહેરાત બાકીકાન્તા પટેલ
એંધલજાહેરાત બાકીરીનુ પટેલ
માસાજાહેરાત બાકીગીતા પટેલ
સરીબુજરંગ-1નિકુંજભાઇ વશીપ્રશાંત શાહ
સરીબુજરંગ-2મંજુબેન રાઠોડપ્રિયંકા રાઠોડ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો