તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ગણદેવીમાં જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતોની 24 બેઠક પર 1.47 લાખ મતદારો

ગણદેવી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં.અને તા.પં.ની ચૂંટણી આગામી 28મીએ યોજાશે

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. ગણદેવી તાલુકા પંચાયત હેઠળ આવતી જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 28મીએ તાલુકાના કુલ 1,47,712 મતદારો મતદાન કરનાર છે. મતદાન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થાય તે માટે તંત્ર સજ્જ થઈ રહ્યું છે.

બીજી તરફ તાલુકાના મતદારો મતદાન કરવા કટીબદ્ધ બન્યા છે. સામાજિક અંતરનું ધ્યાન રાખીને માસ્ક પહેરીને આવે, હાલના કોરોનાની પરિસ્થિતિના સૂચક પગલાંઓ પણ તંત્ર અને સામાજિક સંસ્થાઓ એટલી જ જવાબદારી સાથ કાર્યવંત દેખાઈ રહી છે. કોરોના સંદર્ભના નવા સૂત્રો સાથે વહીવટીતંત્ર વધુને વધુ મતદાન કરાવવા માટે કટિબદ્ધ બની છે.

ગણદેવી તાલુકામાં કુલ મતદારોમાંથી પુરુષ મતદારો 74574 અને સ્ત્રી મતદારો તો 73136 મળી કુલ 147712 મતદારો થાય છે. ગણદેવી તાલુકાની નવસારી જિલ્લા પંચાયતની સીટમાં સમાવિષ્ટ તાલુકા પંચાયત બેઠકો પૈકી અમલસાડ 1,461, અજરાઈ 5760, કછોલી 5694, સાલેજ 5565, વેગામ 6802, ગણદેવા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતની બેઠકો પૈકી ગણદેવા 5811, અંભેટા 6709, ધનોરી 6671, એંધલ 6136 અને મટવાડ બેઠક પર 5334 મતદારો છે.

બીગરી જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ગણદેવી તાલુકા પંચાયતની પાંચ બેઠકો પૈકી બીગરી-1 પર 5869, બીગરી-2 પર 7211, મેંધર 5902, તલોધ 5548, વાઘરેચ 6078, એ મુજબ જિલ્લા પંચાયતની દેવસર બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયતની બેઠકો પૈકી દેવસર-1 પર બે અન્ય મતદારો સાથે 6828, દેવસર-2 પર 6728, ધકવાડા 7248, ઉંડાચ વાણિયા ફળિયા 5698 મતદારો છે. જિલ્લા પંચાયતની સરીબુજરંગ બેઠકમાં સમાવિષ્ટ ગણદેવી તાલુકા પંચાયતની બેઠકો પૈકી સરીબુજરંગ-1પર 5905, સરીબુજરંગ-2 પર 5809, ભાઠામાં 6853, માસા 5994 અને ધમડાછા 5538 મતદારો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો