તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જલાલપોર તાલુકાના 7 ગામમાં રૂપિયા 2.9 કરોડના ખર્ચે ડામરના 10 રસ્તા બનાવાશે

દાંડીરોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે ખાતમુહૂર્ત કર્યુ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે શુક્રવારે તેમના મતવિસ્તારમાં આવતા ગામો પૈકીના સાત જેટલા ગામમાં 2.9 કરોડના ખર્ચે બનનારા ડામરની સપાટીવાળા 10 રસ્તાનું ખાતમુહૂર્ત કર્યુ હતું. જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે અબ્રામા રોડ પર આવેલા તેમના મત વિસ્તારના એરૂ, હાંસાપોર, મંદિર, અબ્રામા, નાની કરોડ, સરાવ જેવા ગામોમાં સાગમટે રૂ. 2.9 કરોડના ખર્ચે બનનારા ડામરની સપાટીવાળા રસ્તાની ખાતમુહૂર્તવિધિ જે તે ગામોના લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે કરતા આ ગામોના લોકોમાં આનંદની લહેર પ્રસરી હતી.

આર.સી.પટેલે એરૂમાં 42.60 લાખના સીતારામ નગર, રાધેશ્યામ નગર સોસાયટી આંતરિક રસ્તા, હાંસાપોરમાં 11.38 લાખના સાંધીયા ફળિયા અને હળપતિવાસ રોડ, મંદિરમાં 27.75 લાખના આઝાદ ફળિયા, નવા આહિરવાસ રોડ તથા ડોઝી ફળિયા રોડ, અબ્રામામાં 64.74 લાખના સુમખડા ફળિયા રોડ, મોટા ફળિયાથી હોળીવાડ તરફ જતો રોડ તથા કરોડ નહેરને જોડતો રોડ, સરાવ ગામમાં 17.09 લાખનો ગામતળ એપ્રોચ રોડ, નાની કરોડમાં 26.78 લાખનો નાની કરોડ અમલસાડ રોડ તેમજ 19.30 લાખના ખર્ચે બનનાર અમલસાડ-એરૂ કોસ્ટલ હાઈવેથી કેનાલ થઈ કૃષ્ણપુર જોઈનીંગ રોડની ખાતમુહૂર્તવિધિ નવસારી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન દીપાબેન પટેલ, જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રણધીર પટેલ, નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તૃષાબેન પટેલ, જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ વિજય પટેલ, તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદ્સ્યો, સરકારી અધિકારીઓ તથા આ વિસ્તારના સરપંચો, પંચાયતના સદ્સ્યો તથા ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે કરી હતી.

કરોડ-કોઠવા ગામે 60 લાખના કામો કરાશે
અમલસાડ | જલાલપોર તાલુકાના નાની કરોડના રામજી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત ભાજપ સંગઠન ના પ્રમુખ વિજયભાઈ, રણધીર ભાઈ પટેલ અનેક કાર્યકર્તાઓની હાજરીમાં નાનીકરોડથી અમલસાડ અબ્રામા કોસ્ટલ હાઇવેને જોડતો રોડ માટે 28.5 લાખ તેમજ નહેર પર આવેલા ચીમન દેવભૂત મંદિર સુધીના રસ્તા માટે 21 લાખના ખર્ચે મંદિર પટાંગણમાં નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે ખાતમુહૂર્ત હતું. આ પ્રસંગે સરપંચ ગણપતભાઈ પટેલે આભાર વિધિ સાથે અન્ય વિકાસના કામો બાબતે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...