મન્ડે પોઝિટિવ:જિલ્લામાં ઝીરો ટોલરન્સની નીતિથી હાઇવે પર અકસ્માત મૃત્યુની સંખ્યામાં ઘટાડો

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના નિયમો અંગે કડક અભિગમ રખાયો

નવસારી જિલ્લા એસ.પી ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા સમગ્ર જિલ્લામાં હાઇવે પર સીટ બેલ્ટ અને હેલ્મેટ અંગે ઝીરો ટોલરન્સની નીતિ રંગ લાવી હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. નવસારી જિલ્લામાં હેલ્મેટ અને સીટ બેલ્ટ તેમજ ચાલુ વાહને મોબાઈલ ફોનના ઉપયોગ ન કરવા બદલ માર્ગ અકસ્માત મૃત્યુમાં ઘટાડો થયો છે.

ગુજરાત રાજ્યમાં જાન્યુઆરીથી જૂન 2022 દરમિયાન બનેલ માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે એક ડેટા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જેમાં ગુજરાતના બધા જિલ્લાઓમાં તેમજ છ કમિશનરેટ એરિયામાં ફક્ત છ જિલ્લા-શહેરમાં માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુમાં ઘટાડો નોંધાયો છે.

આ છ જિલ્લા-શહેરમાં ભરૂચ,વડોદરા ગ્રામ્ય,નવસારી,તાપી અને પંચમહાલનો સમાવેશ થાય છે. નવસારી જિલ્લામાં બધા જ માર્ગો પર 2021માં જાન્યુઆરીથી જૂન મહિનામાં 108 અકસ્માત મૃત્યુ થયા હતા, જ્યારે જાન્યુઆરી-2022માં એટલે કે છ મહિનામાં 94 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નોંધાતા નોંધપાત્ર ઘટાડો થયો હતો. નવસારી જિલ્લામાં પસાર થતો ને.હા.નં-48 સૌથી વ્યસ્ત હાઇવે રહ્યો છે ત્યારે હાલ ચોમાસા દરમિયાન હાઇવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું હતું.

આમ છતાં પણ અકસ્માત મૃત્યુમાં આ નોંધપાત્ર ઘટાડો ઉલ્લેખનીય રહ્યો છે. નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સપેક્ટર ડો.જાગૃત જોષીના જણાવ્યાનુસાર નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા માર્ગ અકસ્માતો અટકાવવા જરૂરી માર્ગદર્શન અને માહિતી આપતા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા હાઇવે તેમજ શહેરી વિસ્તારમાં દ્વી-ચક્રીય વાહનો માટે હાઇવે પર ફરજીયાત હેલ્મેટ અને ફોર વહીલ વાહન માટે સીટ બેલ્ટ ફરજીયાતપણે કરતા ઝીરો ટોલરન્સથી કામગીરી કરતા અકસ્માતમાં મૃત્યુનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.

સુરત રેન્જ આઈજીપીના આદેશથી હાઇવે પર ઓવરસ્પીડ, રોંગ સાઇડે વાહન હંકારવના મહત્તમ કેસ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લેન ડ્રાઈવના કેસો કરવામાં આવતા હાઇવે પર માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જાન્યુઆરીથી જૂન 2022 સુધીમાં આશરે નેશનલ હાઇવે પર ચાલતા ભારે વાહનોને 35 હજારથી વધુ આરટીઓના મેમો આપવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મોટા પ્રમાણમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે તેમજ છ મહિનામાં વિવિધ સંસ્થાના સહયોગથી મહત્તમ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...