તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આલીપોર હાઈવે ક્રોસ કરતા યુવાનનું વાહનની ટક્કરે મોત

ચીખલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલીના આલીપોર હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. ચીખલી તાલુકાના આલીપોરમાં આવેલ મેટ્રો હોટલની સામે નેશનલ હાઇવે 48 પર મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા રયજીભાઈ છનાભાઈ ગોહિલ (ઉ.વ. 30, હાલ રહે. આલીપોર શિવમ ઇન્ડસ્ટ્રીઝના રૂમમાં, તા.ચીખલી, મૂળ રહે. સોઢેલી તા.ઠાસરા જિ.ખેડા)ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની પ્રદીપ ચીમન હારસલીયા (રહે.ચિત્રકૂટ રેસિડેન્સી જુના વલસાડ રોડ તા.ચીખલી)એ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...