તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતની છલાંગ:છાપરા રોડના યુવાનની નદીમાં મોતની છલાંગ, કારણ અકળ, મૃતક સુનિલ ઉર્ફે સની પરમાર અપરણિત હતો

ચીખલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીનાં છાપરારોડ ખાતે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પૂર્ણ નદીમાં મોડી સાંજે મોતનો કૂદકો મારી જીવન ટુકાવ્યું હતું. ઘટનાની જાણ થતા નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોએ ઘટના સ્થળે જઈને યુવાનનો મૃતદેહ કાઢ્યો હતો અને તેના ફોટો સોશિયલ મીડિયામાં વહેતા કરતા અડધા કલાકમાં યુવાનની ભાળ મળી હોવાની માહિતી મળી હતી. નવસારીનાં છાપરા રોડ ખાતે આવેલ પંચવટીનગર સોસાયટીમાં બીપીનભાઈ પરમાર તેમના પુત્ર સુનિલભાઈ (ઉવ.આ 26 )સાથે સુખી સંપન્ન પરિવારમાં રહે છે. સુનિલ પરમાર અપરણિત હતો અને દુબઈ ખાતે નોકરી કરવા જતો હતો પણ લોકડાઉન બાદ તે દુબઈ જઈ શક્યો ન હતો. લોકડાઉન બાદ નવસારીમાં નોકરી કરતો હતો. સુનિલ ઘણા સમયથી હતાશામાં હોવાની માહિતી મળી છે. આજે બપોરે ઘરે એકલો હતો ત્યારે નવસારીની પૂર્ણા નદીમાં મોડી સાંજના સુમારે છલાંગ લગાવી હતી.

પૂર્ણા નદીના પુલ પરથી પસાર થતા લોકોએ નવસારી ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને સાંજે 7 વાગ્યાનાં સુમારે ફોન કરતા 6 જેટલા તરવૈયા લાશ્કરો સહીત ઘટનાસ્થળે આવીને પૂર્ણા નદીમાંથી યુવાનનો મૃતદેહ કાઢ્યો હતો. પોલીસને યુવાન પાસેથી કોઈ ઓળખકાર્ડ કે કોઈ દસ્તાવેજ ન મળતા મૃતદેહનો ફોટો સોશિયલ મીડિયામાં મુકતા અડધા કલાકમાં યુવાનની ઓળખ થઈ ગઇ હતી. આ યુવાન છાપરા રોડ ખાતે રહેતા સુનિલ પરમાર હોવાનું ખુલ્યું હતું. ઘટનાની વધુ તપાસ ગ્રામ્ય પોલીસનાં ઉમેશ પાડવે કરી રહ્યા છે. મોડીરાત સુધી પોલીસને સ્યુસાઇડ નોટ કે મૃત્યુનું કારણ જાણવા મળ્યું ન હોવાની વિગતો મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો