અકસ્માત:સાદડવેલ પાસે અકસ્માતના બે બનાવમાં યુવાન અને વૃદ્ધનું મૃત્યુ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇકલ સવાર યુવાનને બોલેરો ચાલકે પાછળથી ટક્કર મારી હતી
  • રાનકુવા લગ્નમાં જતી વેળા વૃદ્ધને કારે અડફેટે લીધા હતા

સાદડવેલ પાસે અલગ-અલગ અકસ્માતમાં સાઇકલ સવાર 48 વર્ષીય યુવાન અને 78 વર્ષીય વૃદ્ધનું સ્થળ પર મોત નિપજ્યા હતા. પોલીસે આ ઘટનાની નોંધ ળઇ આગળની તપાસ હાથ ધરી છે. ચીખલી તાલુકાના સાદડવેલ ગામતળ ફળિયામાં રહેતા રમેશ છનાભાઈ હળપતિ (ઉ.વ. 48) બુધવારની રાત્રિના 11 વાગ્યાના સમય દરમિયાન સાઇકલ પર રાનકૂવા તરફથી આવી રહ્યા હતા.

દરમિયાન રાનકૂવાથી રૂમલા જતા રોડ પર સાદડવેલ ગામતળ ફળિયા ખાંભડા તરફ જતા ત્રણ રસ્તા પર પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો પીકઅપ (નં. જીજે-03-સીઇ-1097)ના અજાણ્યા ચાલકે સાઇકલ ઉપર સવારને પાછળથી ટક્કર મારતા શરીરે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મનોજભાઈ હળપતિ (રહે. સાદડવેલ)એ ફરિયાદ કરતા પીએસઆઇ એસ.જે.કડીવાલા તપાસ કરી રહ્યા છે.

જ્યારે બીજા બનાવમાં ચીખલી તાલુકાના ફડવેલ સામળાદેવ ફળિયામાં રહેતા રમણ લલ્લુભાઇ હળપતિ (ઉ.વ. 78) ગુરૂવારની સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં સાઇકલ પર રાનકૂવા લગ્નમાં જઇ રહ્યા હતા. દરમિયાન રાનકૂવાથી રૂમલા જતા સાદડવેલ દાદરી ફળિયા હિરવા ફાર્મની સામે જાહેર રોડ પર પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ઇકો કાર (નં. જીજે-21-સીએ-9564)નો ચાલક જીગ્નેશ અમરતભાઈ પટેલે તેમને અડફેટે લેતા જેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની અમર હેમંતભાઈ હળપતિ (ઉ.વ. 24, રહે. ફડવેલ, સામળાદેવ ફળિયા, તા.ચીખલી)એ ફરિયાદ કરતા પીએસઆઇ એસ.જે.કડીવાલા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...