સુરખાઈ-ભીનાર રોડ પર સીએનજી પાઈપલાઈનના કામ દરમિયાન નીકળતી માટી રોડ પર નાંખવામાં આવતી હતી. જેને પગલે અકસ્માતના બનાવમાં વધારો થયો હતો. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા જ રોડ પરથી તુરંત જ માટી હટાવી લેવામાં આવી હતી.
સુરખાઇ-ભીનાર રોડ પર CNG પાઇપલાઇનનું કામ ચાલુ હતું. તે દરમિયન એજન્સીધારકો દ્વારા માટી રોડ પર નાંખવામાં આવી હતી, જેનાં કારણે રોડને નુક્સાન પહોંચતુ હતું અને છેલ્લા બે દિવસમાં અકસ્માતના બનાવમાં પણ વધારો થયો હતો. આ અંગેનો અહેવાલ 8મીએ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયા બાદ તુરંત એજ દિવસે રોડ પરથી માટી હટાવી લેવામાં આવી હતી.
R&B દ્વારા રોડ સેન્ટરથી 10-11 ફૂટ રોડની બાજુમાં માટી નાંખવાની પરમિશન આપી હતી તે આ માટી રોડ પર નાખ્યાં બાદ પણ એજન્સીના આ કારભારને નજરઅંદાજ શા માટે કરવામાં આવ્યો ? શું R&Bના અધિકારીઓ નિંદ્રામાં હતાં અને આ મુદ્દો પ્રકાશિત કર્યા બાદ જ તેઓ જાગ્યા અને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું.
અધિકારીઓને આ કામ ચાલુ છે એની જાણ હોવા છતાં કયાં કારણોથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી એવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યાં છે. આ માર્ગ નવનિર્મિત માર્ગ હોવા છતાં આ માર્ગ પરથી માટી હટાવવા JCBનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જયારે આ માર્ગ પર થોડા સમય પહેલા જ ડામર નાંખવામાં આવ્યો હતો અને ભારે વાહનો માટે મનાઈ હતી તો JCB દ્વારા આ કામ કરાતાં માર્ગને નુકસાન થતું નથી ? એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. જ્યારે જોવાનું એ રહ્યું કે આ એજન્સીને કોઈ દંડ કરવામાં આવશે કે પછી R&Bના અધિકારીઓ આ એજન્સીના કારભારને નજર અંદાજ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.