તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સમરોલીમાં મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પ્રેમીએ અન્ય સાથે પ્રેમસંબંધ હોવાના વહેમમાં હત્યા કરી

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક શિલા અને અર્જુન લગ્ન કર્યા વગર જ સાત-આઠ વર્ષથી સાથે રહેતા હતા

સોમવારે મોડી સાંજે સમરોલી ગામે ખેતરમાંથી મહિલાની લાશ મળી હતી. આ કેસમાં હત્યાની આશંકાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સમરોલીની બે સંતાનની વિધવા માતાને પ્રેમીએ અન્ય સાથે પ્રેમસંબંધ હોવાના વહેમમાં ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાના પ્રેમી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ચીખલી નેશનલ હાઇવે સ્થિત થાલા ગામના હીરો હોન્ડાના શો-રૂમની પાછળ આવેલા ખેતરમાંથી સોમવારની મોડી રાત્રે સમરોલી ટબુકલી માતાના મંદિર પાસે રહેતી શિલાબેન નગીનભાઈ હળપતિ (ઉ.વ. 33) મૃત હાલતમાં મળી આવી હતી. મૃતક શિલાબેનના લગ્ન સમરોલી ગામના સુથારવાડમાં રહેતા યુવાન સાથે થયા હતા.

લગ્નજીવન દરમિયાન શિલાબેનને એક પુત્ર અને એક પુત્રી અવતર્યા હતા. હાલ બંને પુત્ર-પુત્રી કાકા સાથે રહે છે. મૃતક શિલાબેન હળપતિ પતિનું અવસાન થતાં ચીખલીના જુના વલસાડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની પાસે રહેતા અર્જુન રિતેશભાઈ પટેલ સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે રહેવા જતી રહી હતી. તેઓ લગ્ન કર્યા વિના છેલ્લા સાત-આઠ વર્ષથી સાથે રહેતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રેમી અર્જુન પટેલને શિલાબેનને બીજા સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખી અવાર-નવાર ઝઘડો કરતો હતો.

સોમવારે શિલાબેનની લાશ ખેતરમાંથી મળી આવતા પરિવારને પહેલાથી જ હત્યાની આશંકા હતી. બાદમાં પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા મૃતક શિલાબેનની બહેન શકુંતલા નરેશ ઉર્ફે છાનીયો રમણ પટેલ (હાલ રહે. સમરોલી, સુથારવાડ, તા.ચીખલી, મૂળ રહે. સમરોલી પહાડ ફળિયા)ની ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી અર્જુન પટેલની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...