અકસ્માત:મજીગામ હાઈવે પર વાહનની ટક્કરે મહિલાનું મૃત્યુ

ધોળીકુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

24 કલાક વાહનોથી ધમધમતા રહેતા ને.હા.નં. 48 ઉપર ચીખલી નજીક મજીગામ પાસે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનચાલકે અજાણી મહિલાને ટક્કર મારતા અંદાજિત 50 વર્ષીય અજાણી મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મહિલા અંગે તપાસ કરતા કોઈ વાલી-વારસ મળી આવ્યું ન હતું. આ ઘટના અંગે મજીગામના સરપંચ કમલેશભાઈ હળપતિએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...