બામણવેલ ગામે ઘરવખરીનો સામાન લઈ પરત ફરી રહેલી મહિલાને કારે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.ચીખલી તાલુકાના બામણવેલ-અઢારપીર ગામે જેમ શાહ ડામર પ્લાન્ટની કંપનીમાં રહેતા ફુલાભાઈ દભાલાભાઈ નાયક તથા તેમની પત્ની અંબાબેન ફુલાભાઈ નાયક છેલ્લા બે મહિનાથી નોકરી કરી રહ્યા છે. ગતરોજ ગુરૂવારની સાંજના સમયે પતિ-પત્ની બામણવેલ-અઢારપીર પાટિયા પાસે ઘરવખરીનો સામાન લેવા માટે ગયા હતા. જે સામાન લઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તે સમયે એક મરૂન કલરની કારના ચાલકે પોતાના કબજાની કાર પૂરઝડપે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલ અંબાબેન નાયકને અડફેટે લેતા જેને જમણા પગે તેમજ માથાના ભાગે ઇજા પહોંચી હતી. 108 મારફતે પ્રથમ સારવાર માટે ચીખલી રેફરલ હોસ્પિટલ તેમજ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અંબાબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફુલાભાઈ દલાભાઈ નાયકે (ઉ.વ.આ. 55)એ આપતા પોલીસે કારચાલક કિરણ દિનુભાઈ પાંચાલ (રહે. બીલીમોરા ગૌહરબાગ, આનંદનગર સોસાયટી, તા.ગણદેવી) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી પીએસઆઇ કે.એમ.વસાવા તપાસસ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.