જન- આશીર્વાદ યાત્રા:ચીખલીમાં કેબીનેટ મંત્રીની જન- આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર સ્વાગત

ચીખલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુષ્પવર્ષા, બેન્ડવાજા, ઘેરૈયા નૃત્ય તથા આતશબાજી કરવામાં આવી

રાજ્ય સરકારના આદિજાતિ નાગરિક અન્ન અને પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ મંત્રી બન્યા બાદ પ્રથમવાર હોમ ટાઉન ચીખલી આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાઈવે ચાર રસ્તા પાસે તેમનું આગમન થતાં જ પુષ્પવર્ષા અને બેન્ડબાજા, ઘેરૈયા નૃત્યના સંગીત તથા ફટાકડા, આતશબાજી સાથે વધાવી લીધા હતા. બાદમાં તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ,મહામંત્રી સમીરભાઈ પટેલ દ્વારા સન્માન કરાયું હતું.

જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, મહામંત્રી ડો અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશ નાયક, પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર અમીતાબેન પટેલ, બાંધકામ અધ્યક્ષ દીપાબેન પટેલ, એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં આ જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલનું કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ, ડીરેકટર ભરતભાઇ એપીએમસીના ચેરમેન કિશોરભાઈ, વાઇસ ચેરમેન પરિમલભાઈ દેસાઈ, ડિરેક્ટર જેડી પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિત, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટ, ઉપરાંત આહિર, સોની, માળી, કોળી પટેલ સહિતના વિવિધ સમાજ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપના યુવા, બક્ષીપંચ સહિતના વિવિધ મોરચાઓ પણ સન્માનમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...