બેઠક:ચીખલી તાલુકાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં મહત્વના વિવિધ પ્રશ્નો ગાજ્યા

ચીખલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીવાનું પાણી, ટ્રાિફક, માટી પુરાણ, નલ સે જલમાં વીજ જોડાણ સહિતના પ્રશ્નો બેઠકમાં ઉઠ્યા

ચીખલી તાલુકાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પીવાના પાણીની સમસ્યા અંગેની રજૂઆતને પ્રાથમિકતા આપી તાકીદે નિવારણ લાવવા માટે પાણી પુરવઠા અને ડીજીવીસીએલના અધિકારીઓને પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી. ચીખલી તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવભાઈ, સભ્ય પ્રવિણભાઈ, સમીરભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં સંકલનની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અગાઉના હાઇવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ સુધીમાં ચીખલી-વાંસદા માર્ગ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યાના પ્રશ્ન બાબતે, સવારે અને સાંજે પીક અવર્સમાં નિયત કરાયેલ સમય દરમિયાન ભારે વાહનોની અવર જવર અટકાવવા માટે પોલીસને સૂચના અપાઈ હતી. થાલાથી મજીગામ નેશનલ હાઇવેના અધૂરા સર્વિસ રોડની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈએ રજૂઆત કરી હતી. આ ઉપરાંત કાલાખાડીમાં માટી પુરાણનો પણ પ્રશ્ન ગાજયો હતો.

તાલુકા પ્રમુખ કલ્પનાબેન ગાવિતે નલ સે જલ યોજનામાં વીજ જોડાણ માટે તમામ ખાતેદારોની સમિતિને પગલે ઉભી થતી સમસ્યાના નિવારણ માટે અને સાદડવેલ ગામે છેલ્લા આઠેક માસથી ઘરનું વીજ જોડાણ આપવા નહીં બાબતે રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરીએ નલ સે જલ કે અન્ય પાણી પુરવઠાની યોજના વીજ જોડાણના અભાવે કાર્યરત થઈ નહીં હોય અને પાણીની સમસ્યાની રજૂઆત હોય તેવામાં પ્રાથમિકતા આપી ઝડપભેર સમસ્યાના નિરાકરણ માટે તાકિદ કરાઈ હતી.

આ ઉપરાંત તેમણે કુપોષિત બાળકો અંગે પણ આઇસીડીએસના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ સાથે સમરોલીમાં અકસ્માતમાં પાંચ જણાંના મોતના બનાવમાં સરકારી ધારાધોરણ મુજબ રાહત મળે તે માટે જરૂરી દરખાસ્ત તૈયાર કરવા મદદનીશ ટીડીઓ જીતુભાઈને જણાવ્યું હતું. બેઠકમાં પીઆઇ કે.જે.ચૌધરી માર્ગ મકાનના નિલ નાયક, બ્રિજેશ પટેલ સહિતના અિધકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...