કાર્યવાહી:ચીખલીથી ટેમ્પામાં ગૌવંશ લઇ જતાં બે ની અટક, 1 ફરાર

ચીખલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડાભેલ લઇ જવાતું ગૌવંશ ગ્રીડ હાઇવે પાસે ઝડપાયું

નવસારી જિલ્લામાં ચીખલીથી ટેમ્પામાં ગૌવંશ ભરી જલાલપોરના ડાભેલ ગામે લઈ જતા આ ટેમ્પા ચાલકને નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. આ ગૌવંશ ભરાવનાર અને મંગાવનાર ડાભેલ ગામના યુવાનને ફરાર જાહેર કર્યો હતો. જોકે ગૌવંશ લાવવાનો હેતુ શું હતો? તેની પૂછપરછ અહેકો અશોકભાઈ માસુભાઈ ગ્રામ્ય પોલીસ કરી રહ્યા છે.

નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા અહેકો અશોકભાઇ માસુભાઈ અને સ્ટાફ ને.હા.નંબર 48 ઉપર પેટ્રોલીગ કરી રહ્યા હતા. ત્યારે એક ટેમ્પા નંબર GJ 21 Y 0311માં ગૌવંશ હોય અને તેને ટુંકા દોરડાથી ખેંચીને ટેમ્પોમાં સંકડાશમાં બાંધી ગાયો તથા વાછરડીઓ ટેમ્પોમાં માત્ર ઉભી રહી શકે તેમ ખીચોખીય ભરી ગાડીમાં ઘાસચારાની કે પાણીની વ્યવસ્થા ન રાખી અને યોગ્ય હવા ઉજાસનો પણ ખ્યાલ ન રાખતા ચાલક સુરેશ મોરાર પટેલ અને ક્લીનર શૈલેષ ઠાકોર પટેલ બન્ને રહે.વંકાલ તા.ચીખલીની અટક કરી હતી.

તેઓએ આ ગૌવંશ ડાભેલ ગામના રાજુભાઇ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે એક ગાય, બે વાછરડી, મોબાઈલ સહિત કુલ 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પશુ ક્રુરતા નિવારણ અધિ.કલમ, પશુ સંરક્ષણ અધિનિયમ તથા ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ તથા ગુજરાત મોટર વહીકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોસઈ પી.એચ.કછવાહા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...