તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવલેણ દુર્ઘટના:ચીખલીમાં વાહન અકસ્માતના 2 બનાવમાં મહિલા સહિત 2ના મોત

ચીખલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચીખલી હાઈવે નં. 48 પર સમરોલી ઓવરબ્રિજ પર ગુરુવારે વહેલી સવારના સમયે કન્ટેનર (નં. એમએચ-04-જીસી-6195) અને ટેમ્પો (નં. એમએચ-04-જેયુ-3596) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટેમ્પોના કેબિનનો આગળનો ભાગ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેને પગલે આ ટેમ્પો ચાલક જુગેશ ઘનેશભાઈ ચૌધરી દબાઈ જતા ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે યુગલ કિશોર શર્મા (રહે. હરિયનપાર્ક, ન્યુરેસીડેન્સી, કડોદરા, તા.પલસાણા)ની ફરિયાદ મુજબ પોલીસે કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં બુધવારે સાંજના સમયે આલીપોર ડેરી કોલેજ રોડ પર વસુધારા ડેરી પાસે કલ્પેશ મુકેશભાઈ હળપતિ (ઉ.વ. 21, રહે.થાલા ગૌચરણ ફળિયા, તા.ચીખલી) તથા રોશનીબેન કમલેશભાઈ હળપતિ (ઉ.વ. 20, રહે. થાલા ગૌચરણ ફળિયા, તા.ચીખલી) બંને બાઈક (નં. (નં. જીજે-21-બીએન-8075) પર પાણીપુરી ખાવા ગયા હતા. બાદમાં પરત બાઈક પરત ફરતી વખતે પાછળથી આવતી ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે ઓવરટેક કરવા જતાં ટ્રકનો પાછળનો ભાગ બાઈકને અડી જતા બંને બાઈક પરથી ફેંકાઈ ગયા હતા.જોકે બાઈક પરથી પટકાતા રોશનીબેન હળપતિને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ તેણીનું મોત નીપજ્યું હતું. થાલા ગામની હદમાં થયેલા અકસ્માતના બનાવમાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો