તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ચીખલી હાઇવે પર બે અકસ્માતમાં બેના મોત

ચીખલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મુંબઈ-સુરત નેશનલ હાઇવે પર આલીપોર ગામની સીમમાં રાત્રીના સમયે પનિહારી ખાડીના બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલ એક અજાણ્યા 40-45 વર્ષના શખ્સને એક કન્ટેનર નંબર એમએચ-04-એચવાય-2044ના ચાલકે અડફટે તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક કન્ટેનરને સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગેની ફરિયાદ ઉમેશભાઈ નારાયણ પટેલ (રહે.આલીપોર મજીવેદ ફળીયા તા.ચીખલી)એ કરતા પોલીસે કન્ટેનર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં નેશનલ હાઇવે ઉપર મજીગામ પાસે ઓવરબ્રિજના નિર્માણના સ્થળે વલસાડ તરફથી સુરત જઇ રહેલ મિત્રોની ટાટા વિસ્ટા કાર નં:જીજે-05-સીએલ-7062 ડિવાઈડર સાથે અથડાતા કાર ચાલક જીતુભાઇ જસમતભાઈ હિરપરા (રહે.વ્રજરાજ રેસિડેન્સી સરથાણા સુરત)ને ગંભીર ઇજા થતાં જેમનું મોત નીપજ્યું હતું.

જ્યારે કારમાં સવાર રાજુ છગનભાઇ પવાર તથા અજય મનસુખભાઇ વાઢેરને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. મજીગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલતું હોય અને જેનું ધ્યાન ચાલકને ન રહેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.

જોકે વાહન ચાલકોની સલામતી માટે હાઇવે ઓર્થોરિટી દ્વારા નિર્માણધીન ઓવરબ્રિજના સ્થળે તકેદારીના વધુ પગલાં લેવામાં આવે એ જરૂરી બન્યું છે. બનાવ અંગેની ફરિયાદ નિમેશ જસમત હિરપરાએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો