તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારને કોલેજમાં 3 વર્ષ માટે વિના મૂલ્યે શિક્ષણ અપાશે

ચીખલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ અટકે નહિ તેને ધ્યાને રાખીને સમાજ હિતમાં નિર્ણય

કોરોનાની બીજી કરોડો લોકો માટે જીવલેણ સાબિત થઈ છે. બીજી લહેરમાં આ કાળમુખો કોરોના અનેક લોકોને ભરખી ગયો. કોરોનાને કારણે કોઈએ ઘરના મોભી તો કોઈએ પોતાના જવાન જોત દિકરાને ગુમાવ્યો. આ તમામ પરિસ્થિતિની કોરોના કેટલાંક માસુમ બાળકોને અનાથ કરી ગયો. સરકારે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની જવાબદારી ઉપાડી લીધી છે. ત્યારે આ સ્થિતિમાં ચીખલીની વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ શિક્ષણ સંસ્થાએ પણ માનવતા મહેકાવવાનું કામ કર્યું છે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે મફત શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

હાલે કોરોનાની કપરી સ્થિતિમાં બાળકોના અભ્યાસ માટે પુસ્તકો તેમજ ફીનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો છે. આવા સંજોગોમાં ચીખલી કોલેજે કોરોનાને કારણે અનાથ થયેલ બાળકોને મફત શિક્ષણ આપવાની પહેલ કરી છે. ટ્રસ્ટ મંડળ સંચાલિત કોલેજમાં વર્ષ 2021-22ના એડમિશનની પ્રક્રિયા થોડા સમયમાં શરૂ થનાર છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો દૂર કરવા માટે બીસીએ કોલેજ દ્વારા હેલ્પ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે.

જેથી વિદ્યાર્થીઓ રૂબરૂ મુલાકાત કરી યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે તેમ છે.\n\nકોરોનામાં મૃત્યુ પામેલા પોતાના માતા-પિતાને કારણે વિદ્યાર્થીનો અભ્યાસ ન અટકે અને તે પોતાનો અભ્યાસ સારી રીતે પૂર્ણ કરી શકે તે માટે સંસ્થા દ્વારા આ નિર્ણય લેવાયો છે. વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ શિક્ષણ સંસ્થાએ કરેલી પહેલ સમાજમાં આગવું ઉદાહરણ પૂરું પાડી જાણ્યું છે. અન્ય શૈક્ષણિક સંસ્થાનોએ પણ આ સંસ્થા પાસેથી કોઈ શીખ લેવાની જરૂર છે.

વિચાર આવ્યો ને તેને સાર્થક કર્યો
કોઇપણ બાળક માતાપિતા વિહોણું બન્યું હોય ત્યારે સ્વાભાવિક જ છે કે તેમણે બીજા પર મદાર રાખવો પડે. આવા કપરા સંજોગોમાં તેમની પડખે રહેવાનો વિચાર આવતા તે સાર્થક કર્યો છે. - દર્શન દેસાઇ, ચીખલી કોલેજના સંચાલક

અન્ય સમાચારો પણ છે...