કાયદેસરની કાર્યવાહી:ચીખલી તાલુકામાં ચોરટાઓ સક્રિય, ખૂંધ વિસ્તારમાં ઉપરાછાપરી 3 ચોરી

ચીખલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય ચોરીના બનાવમાં ચીખલી પોલીસ મથકે કોઈ જ ગુનો નોંધાયો નથી

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાં દિવસોથી નાની મોટી ચોરી થતી રહી છે.ત્યારે તાલુકાના ખૂંધ ગામે વાંસદા રોડ સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બે દિવસ પૂર્વે ગ્રીલ તોડી ત્રણેક જેટલા ચોરટાઓ રાત્રીના સમયે ઓફિસમાં ઘુસ્યા હતા.અને ઓફિસના કાગળો વેર વિખેર કરી નાંખ્યા હતા.જે દ્રશ્ય સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા.

આ પૂર્વે પણ કોલેજ કેમ્પસમાં બે વાર ચોરીના પ્રયાસ થયા હતા.અને કોલેજના મેદાન પરથી કેબલ વાયર ચોરી ગયા હતા.જોકે કોલેજની સંસ્થા દ્વારા આ અંગે પોલીસ મથકે લેખિત જાણ કરી હતી.બીજા બનાવમાં ખૂંધ જલારામ નગર વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં શનિવારના રોજ સવારે ૧૧-વાગ્યાના સમય દરમ્યાન પરિવાર બજારમાં કામ અર્થે ગયો હતો.

તે દરમ્યાન ધરમાં કોઈ ચોર ઈસમો પ્રવેશી કેટલાક સોના ચાંદીના દાગીનાના ઘરેણાં ચોરી જતા ધોળા દિવસની ઘટનામાં પણ પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત શનિવારની રાત્રે ખૂંધમાં નાકોડા મારબલ નામની દુકાનમાં પણ પાંચેક જેટલા બુકાનીધારી શખ્સો દુકાનનું શટર તોડીને ઘુસી જઇ ટેબલના ખાનાઓમાં કાગળો તથા અન્ય વસ્તુઓ વેર વિખેર કરી નાંખી કેટલીક રોકડ રકમ લઈને ફરાર થઇ ગયા હતા.અને જે બનાવ પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો.

ચીખલી તાલુકા ખૂંધના એક જ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં ચોરીના ઉપરા છાપરી ત્રણ જેટલા બનાવો પ્રકાશમાં આવ્યા છે.ત્યારે પોલીસ આવી ચોરી જેવી ઘટનાઓને ડામવા અસરકારક કામગીરી હાથ ધરી આ ચોરટાઓને ડબોચી લઈને કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...