તસ્કરી:ચીખલીમાં બંધ મકાનમાંથી રૂ.1.20 લાખની મત્તાની ચોરી

ચીખલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાવચોરા રહેવા જતાં તસ્કરોએ ખાતર પાડ્યું

ચીખલીના દેસાઈવાડમાં બંધ મકાનનું તાળું તોડી ચોરટાઓએ રોકડ સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 1.20 લાખની મત્તાની ચોરી કરી ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પંથકના બજાર વિસ્તારમાં આવેલ દેસાઈવાડમાં રહેતા અંકિતભાઈ અનિલભાઈ દેસાઈ પોતાના પરિવાર સાથે ઘર બંધ કરી તલાવચોરા રહેવા માટે 26મી ફેબ્રુઆરીએ 6 વાગ્યાએ વાગ્યાના સમય દરમિયાન ગયા હતા.

તે સમય દરમિયાન ચોરટાઓએ ઘરના દરવાજો તોડી પ્રવેશ કરી કબાટમાં મુકેલા રોકડા રૂ. 70 હજાર તેમજ સોનાની બુટ્ટી, સોનાની ચેઇન, ચાંદીના સિક્કા, ચાંદીનો હાર, ચાંદીના પાયલ, ચાંદીની લગડી મળી કુલ રૂ. 1,20,750ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે અંકિતભાઈ દેસાઈએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ડી.આર.પઢેરિયા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...