બેદરકારી:ચીખલીમાં હવામાન કચેરી હવા થઇ ગઇ!

ચીખલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીની આજુબાજુ ઝાડી ઝાંખર ઉગી ગયા, યંત્રો-ઉપકરણોની હાલત અસ્તવ્યસ્ત

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલામાં  સિંચાઈ વિભાગની કચેરીના કેમ્પસમાં  હવામાન મથકની કચેરી તો આવેલી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટાફમાં ઘટાડો થતો ગયો અને 2018થી તો આ કચેરી મૃત:પાય અવસ્થામાં ચાલી  રહી છે. આ અતિ મહત્ત્વની કચેરી પુન: ધમધમતી કરવામાં વહીવટીતંત્ર વામણું પુરવાર થયું છે. ધરતીપુત્રોને બારેમાસ મદદરૂપ બનતી આ કચેરીને જ હાલ મદદની જરૂર વર્તાય રહી છે.

1લી જૂનથી કચેરી ફરી શરૂ થઇ જશે

 આ હવામાન મથકની કચેરી 1લી જૂનથી ચાલુ થઈ જશે. આ કચેરીની આજુબાજુ પણ ટૂંક સમયમાં જ સાફસફાઈ કરી દેવામાં આવશે. - જીગ્નેશ પટેલ, ડે. ઈજનેર, સિંચાઈ

આ કચેરીમાં કઈ કઈ સુવિધા હતી

ચીખલી હવામાન મથક  સરિતામાપક વિભાગમાં ચોમાસામાં ગ્રાફિકલી અને આંકડાકીય એમ બે રીતે વરસાદ માપવામાં આવતો હતો. આ કચેરીમાં પવનની ગતિ, દિશા, ગરમી,બાષ્પીભવન સહિતની હવામાનને લગતી માહિતી જાણી શકાતી હતી. હાલ આમાંથી મોટાભાગની માહિતીના યંત્રો જ ખોટકાઈ ગયા છે. કચેરી ખંડેર જેવી અને ઉપકરણો ભંગાર બની ગયા છે.

કચેરીનું આધુનિકરણ કરવાની જરૂર

 આ હવામાન મથકની કચેરીને રેગ્યુલર ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના બાગાયતી પાકો પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. હવામાનમાં ફેરફારો સાથે ખેડૂતો મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે ત્યારે આ કચેરીનું આધુનિકરણ કરી ખેડૂતો માટે લાભદાયી બનાવવાની જરૂર છે. - નિરવ પટેલ, ખેડૂત, રાનકુવા

અન્ય સમાચારો પણ છે...