તપાસ:સુરખાઇમાં ખેતરમાંથી મૃત દીપડી મળતા ચકચાર, ગામના સરપંચે વન વિભાગને જાણ કરી

ચીખલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન િવભાગે કબજે લઇ તપાસ શરૂ કરી

સુરખાઈ ગામેથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવતા વન વિભાગે કબજો લઈ તપાસ હાથ ધરી છે. બનાવની વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સુરખાઈ ગામે વોહરા ફળિયામાં રહેતા મોહમદ અલી તાઇના ખેતરના આંબાવાડીમાં એક દીપડી મૃત હાલતમાં દેખાતા જે અંગેની જાણ સુરખાઈ ગામના સરપંચ દ્વારા ચીખલી વન વિભાગને કરાઈ હતી.

વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર જઇ તપાસ કરતા એક દીપડી (બચ્ચું) (માદા) (ઉ.વ.આ. 1 વર્ષ) જે અર્ધ ખાધેલ હાલતમાં મળી આવતા વન વિભાગના સ્ટાફે મૃત દીપડીનો કબજો લઈ વેટરનરી ડોકટર પાસે પીએમ કરવી સુરત વિસેરા મોકલી સાદકપોર નર્સરીમાં અગ્નિસંસ્કાર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...