વિઘ્નહર્તા વિશેષ:આમધરામાં ગણેશ મહોત્સવમાં કેદારનાથની થીમ ભક્તો માટે બની રહી છે આકર્ષણનું કેન્દ્ર

ચીખલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીના ભક્તજનો ઘરઆંગણે જ શિવજીના દર્શન કરે તે માટે મંડળની જહેમત

દેવોના દેવ મહાદેવ એવા કેદારનાથના દર્શન કરવા દરેક લોકો માટે શક્ય હોતું નથી ત્યારે ચીખલી તાલુકાના આમધરા ગામે એક ગણેશ મહોત્સવમાં કેદારનાથની થીમ બનાવી તમામ લોકોને દર્શનનો લાભ અપાઇ રહ્યો છે. સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ભક્તો દ્વારા ગણેશજી ચતુર્થીના દિને ગણેશજી વાજતે ગાજતે લઈ આવતા હોય છે. ચીખલી તાલુકાના આમધરા ગામે આમધરા જલારામ ધામ નવયુવક મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરાય છે.

આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કંઈક અલગ રીતે કરવાનું વિચારતા ગામના યુવકોએ કેદારનાથના દર્શન કરવા તમામ લોકો માટે શક્ય નથી હોતું અને લોકોને ઘરઆંગણે જ કેદારનાથના દર્શન કરવાનો લહાવો મળે એ આશયથી ગણેશ મહોત્સવમાં કેદારનાથની થીમ બનાવવાનો વિચાર કરી કેદારનાથની આબેહૂબ થીમ બનાવી હતી. આ થીમને માણવા નવસારી તેમજ વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે અને ગણેશજીની સાથે સાથે કેદારનાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. આ થીમ બનાવવા આમધરા જલારામધામ મંડળના પ્રમુખ રજનીકાંત પટેલ સહિત ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...