ચીખલી તાલુકાના હરીઓમ વડાપાઉંની લારી સામે જાહેર રોડ પર એસીબીએ રૂ. 30,000ની લાંચ લેતા નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીના સર્વેયરને રંગેહાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જમીન માપણી સીટ આપવાની લાંચ માંગી હોવાની ફરિયાદ મળતા ACBએ કાર્યવાહી કરી હતી.
ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામે બ્લોક સરવે નં. 939વાળી જમીન આવેલી છે. આ જમીનની માપણી કરવા ફરિયાદીએ ઓનલાઇન અરજી કરી હતી. જેની માપણીની કાર્યવાહી કરી માપણી શીટ આપવાના અવેજ પેટે સર્વેયર વિલીસભાઇ પટેલ ફરિયાદી પાસે રૂ. 35 હજારની લાંચની માંગણી કરી હતી. રક્ઝકના અંતે રૂ. 30 હજાર નક્કી થયા હતા. ફરીયાદી લાંચની રકમ આપવા માગતા નહીં હોય જેથી સુરત શહેર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
જે ફરિયાદા આધારે 15મી નવેમ્બરના રોજ લાંચનુ છટકુ ગોઠવતા ફરિયાદી પાસેથી પંચ સાહેદની હાજરીમાં આરોપી સર્વેયર વર્ગ-3 વિલીસભાઇ વિક્રમભાઇ પટેલ લાંચની રકમ રૂ. 30 હજાર સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયા હતા. વધુમાં જાણવા મળેલ માહિતી મુજબ આરોપીને એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.