નવો વિવાદ:છાત્રો માટે ખરીદાયેલા બૂટમાં સાઇઝ બાદ ગુણવત્તાનો પ્રશ્ન, બૂટની જોડી રૂ. 258ની કિંમતે ખરીદવામાં આવી હતી

ચીખલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં નવો વિવાદ

નવસારી જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળની લાખોની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ બૂટોની ગુણવત્તા ચકાસવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાઇ તેમ નથી. બૂટની કિંમતના પ્રમાણમાં ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેને લઇને શિક્ષકોમાં પણ કચવાટ ઉભો થયો છે. અગાઉ બૂટની સાઇઝને લઇને વિવાદ ઉભો થયો હતો, પરંતુ તે સમેટાઇ જતાં હવે બીજીવખત આપવામાં આવેલા બૂટની ગુણવત્તાનો પ્રશ્ન ઉભો થયો છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 73 લાખના ખર્ચે બૂટોની ખરીદી કરવામાં આવી હતી.

જેમાં શરૂઆતમાં સાઈઝની સમસ્યા ઉભી થયા બાદ બીજો જથ્થો પણ આપવામાં આવ્યો છે પરંતુ બૂટના ભાવ સામે તેની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની ફરિયાદ ઉઠી છે. આ બૂટ બે જોડી મોજા સાથે રૂ. 2588ની કિંમતે ખરીદાયા છે ત્યારે ડીડીઓ દ્વારા કિંમતના પ્રમાણમાં ગુણવત્તાની તપાસ થાય તો હકીકત બહાર આવે તેમ છે. ચીખલીના એક બૂટ વિક્રેતાના જણાવ્યાનુસાર શાળાના બાળકો માટે જે કિંમતમાં બૂટ ખરીદાયા છે. તેનાથી ઓછી કિંમતમાં બ્રાન્ડેડ કંપનીના બૂટો પણ મળી શકે છે અને આ કિંમતમાં વિક્રેતાનું કમિશન પણ હોય છે.

પોર્ટલ પરથી બૂટ ખરીદાયા છે
જેમ પોર્ટલ પરથી બૂટ ખરીદવામાં આવ્યા છે એટલે ભ્રષ્ટાચારનો પ્રશ્ન નથી અને ગુણવત્તા પણ સારી છે. - રોહિત ચૌધરી, ડીપીઈઓ

અન્ય સમાચારો પણ છે...