ગભરાટનો માહોલ:ચીખલીના સારવણી ગામે ભૂકંપનો આંચકો અનુભવાયો

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે છેવાડાના સારવણી વિસ્તારમાં સાંજે 5:43 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો આવતા ધરા ધ્રુજી ઉઠી હતી. આ સાથે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે કોઈ નુકસાની થઇ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

આ વિસ્તાર કેલિયા ડેમની નજીકનો વિસ્તાર છે અને ડેમ ભરાયા બાદ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં નાના-મોટા આંચકા આવતા રહે છે. સારવણીના આગેવાન સુનિલભાઈના જણાવ્યાનુસાર સાંજે 5:43 મિનિટે જોરદાર આંચકો આવતા ઘરમાં વાસણો પણ ખખડી ઉઠ્યાં હતા અને તીવ્રતા વધુ હોવા સાથે આજુબાજુના કાકડવેલ, અંબાચ સહિતના ગામોમાં પણ અસર વર્તાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...