સરાહનીય કાર્ય:રાનવેરીકલ્લામાંથી મળેલી દિવ્યાંગ બાળા વાલીને સોંપાઇ

ચીખલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી પોલીસનું સરાહનીય કાર્ય

ચીખલી પોલીસે દસેક વર્ષની મૂક અસ્થિર મગજની બાળકી મળી આવતા તેના વાલી વારસને શોધી ઘરે પહોંચાડી સરાહનીય કામગીરી કરી હતી. ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે 11મી જૂને બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં દસેક વર્ષની અસ્થિર મગજની બાળકી મળી આવી હતી, જે બોલી શકતી નહીં હોય રાનવેરીકલ્લાનાં સરપંચ હસમુખભાઈએ રાનકુવા પોલીસ ચોકીમાં જાણ કરી હતી. આ બાળકીના વાલીવારસોને શોધવા માટે પીઆઇ એ.આર.વાળાએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા પીએસઆઇ જી.એસ.પટેલ, એએસઆઈ મેહુલભાઈ બચુભાઇ સહિતનાએ શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે આજુબાજુના ગામોમાં તપાસ કરતા આ બાળકીનું નામ લક્ષ્મી અને તે કાંગવઇ ગામે તેની માતા સુધાબેન સાથે મામા સુનિલભાઈના ઘરે રહેતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ બાળકીનો કબ્જો કાંગવઇ ખાખરી ફળિયામાં રહેતા સુનિલભાઈ હળપતિને સોંપ્યો હતો. પોલીસે ફરજ સાથે માનવતાવાદી અભિગમ અપનાવી ગણતરીના કલાકોમાં જ બાળકીને પરિવાર સાથે મિલન કરાવી ઉમદા કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...