તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:થાલાના મુખ્ય માર્ગ પર બંધાયેલા કોમ્પલેક્ષની આખરે તપાસ શરૂ

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત બાદ ટીડીઓ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી

થાલા ગામે મુખ્ય માર્ગ પર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ શરતભંગથી સંતોષ માનવામાં આવશે કે પછી આકરણી રદ કરવા સહિતની દાખલારૂપ કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

ટીડીઓને જાગૃત નાગરિક દ્વારા કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે થાલા મુકામે બિનખેતીની જમીનમાં આબેદ બિઝનેસ સેન્ટરના નામથી બિલ્ડીંગનું બાંધકામ કર્યું છે, જે બાંધકામવાળી જમીનમાં એનએ હુકમની વિરૂદ્ધ જઇ મકાનની જગ્યાએ દુકાનોનું બાંધકામ કર્યું છે.

આ બાંધકામમાં હાલમાં આકરણી કરવામાં આવેલી છે. એનએ હુકમની વિરૂદ્ધ રીતનું ગેરકાયદેસર અને નગર નિયોજનના નિયમોની વિરૂદ્ધ કર્યું છે. આ બિલ્ડીંગમાં ખાળકૂવો ખરાબાની જમીનમાં બનાવેલો છે. ખૂંધ પંચાયતના રસ્તાનું માર્જીન છોડેલું નથી.

આ નિયમ વિરૂદ્ધના ગેરકાયદેસર બાંધકામ અંગે તપાસ કરાવી કાર્યવાહી કરવાની માંગ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. થાલામાં ગેરકાયદેસર બાંધકામ અંગેની લેખિત રજૂઆતમાં ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બે માળ સુધીની આકારણી કરી દીધી છે
ગેરકાયદેસર બાંધકામ બાબતે તાલુકા પંચાયત દ્વારા માંગવામાં આવેલા કાગળો આપેલા છે. જેથી હવે તપાસ થશે. બિલ્ડીંગમાં બે માળ સુધીની આકારણી કરી દીધી છે. -અલ્પેશ મકવાણા, તલાટી, થાલા

NAના હુકમ સહિતના આધાર પુરાવા મંગાવ્યા છે
થાલામાં ગેરકાયદે બાંધકામ અંગેની રજૂઆતમાં એનએના હુકમ સહિતના આધાર પુરાવા મંગાવ્યાં છે. બાંધકામની 12 મીટર ઉંચાઈ સુધીની મર્યાદા જળવાઈ હોય તેવું લાગતું નથી ત્યારે તમામ ડોક્યુમેન્ટ આવી ગયા બાદ ઉંચાઈ પણ માપી લેવાશે. -હિરેન ચૌહાણ, પીઓ કમ ટીડીઓ

અન્ય સમાચારો પણ છે...