તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્ય સભા સામાન્ય જ રહી, સભ્યોએ માત્ર કામોનું પ્લાનિંગ આપ્યું

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા, શાળાના ઓરડા, પંચાયત ઘર વગેરેના કામો થશે

ચીખલી તા. પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં વિકાસના કામો સાથે નાણાપંચની ગ્રાન્ટના કામોનું આયોજન હાથ ધરાયું હતું. સભામાં ફડવેલ ગામે તાલુકા પંચાયત સભ્ય દ્વારા જ પાદર ખરાબાની જગ્યામાં દબાણ કરાયાનો મુદ્દો સામાન્ય સભામાં ગાજ્યો હતો. પ્રમુખ કલ્પનાબેન ગાંવિતના અધ્યક્ષસ્થાને ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ ગાંવિત, તાલુકા સભ્ય મહેશભાઈ, યામિની રાઠોડ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટ ઉપરાંત સ્નેહલ નાયક વગેરેની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી.

આ સભામાં ટીડીઓ હિરેન ચૌહાણે 15મા નાણાંપંચની ગ્રાંટના કામોના આયોજન અંગે સભ્યોને વિસ્તુત સમજણ અપી હતી. આ સાથે તેમણે સરકારની માદરે વતન યોજનામાં ગામમાં રસ્તા, પ્રવેશદ્વાર, ચોતરો, શાળાના ઓરડા, પંચાયતઘર વગેરેના બાંધકામ માટે કોઈ દાતા રસ ધરાવે તો તેમનું નામકરણ કરવા સાથે દાતાની રકમ જેટલી ગ્રાંટ સરકાર દ્વારા પણ આપવાની જોગવાઈ હોવાનું જણાવ્યું હતું. પ્રમુખ કલ્પનાબેન ગાવિતે નાણાપંચની ગ્રાન્ટની જોગવાઈ મુજબના કામો સમયમર્યાદામાં પહોંચાડવા સભ્યોને જણાવ્યું હતું. સભા પૂર્વે ભાજપના પ્રમુખ મયંક પટેલ, મહામંત્રી સમીર પટેલે સભ્યો સાથે બેઠક યોજી પરામર્શ કરી હતી.

કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ અને સુવિધાના કામોને બહાલી અપાઇ
ચીખલી તાલુકા પંચાયતના સભાખંડમાં કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણ, કારોબારી સમિતિના સભ્યો રમેશભાઈ, નરેન્દ્રભાઈ, દમયંતિબેન આહિર, નીતાબેન પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાર્ષિક હિસાબ મંજૂર કરવા ઉપરાંત વિવિધ વિકાસ અને સુવિધાના કામોને બહાલી અપાઇ હતી.અધ્યક્ષ સ્થાનેથી ધર્મેશભાઈ પટેલ દ્વારા તાલુકા પંચાયત કેમ્પસમાં લોકો માટે બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.

ફડવેલમાં તા.પં. સભ્ય દ્વારા પાદર ખરાબાની જગ્યામાં દબાણ કરાયાનો મુદ્દો ગાજયો
ચીખલી તાલુકાના ફડવેલ ગામે આવેલ ભૂતિયા ટેકરા ફળિયાની ખાતા નંબર 796 અને સરવે નંબર 1318વાળી જગ્યા પાદર ખરાબાની જગ્યા હોય ત્યારે આ જગ્યામાં ફડવેલ તા. પં. સભ્ય મહેશભાઈ પટેલ બે માળનું પાકું મકાન બનાવીને રહેતા હોવાનું તાલુકા પંચાયતના વિરોધ પક્ષના ઉપનેતા અંજલિબેન પટેલને ધ્યાને આવતા આ અંગે સભામાં સવાલ પૂછયો હતો.

પ્રમુખ કલ્પનાબેન ગાવિતે જણાવ્યું હતું કે મહેશભાઈ પટેલ 1999 થી પાદર ખરાબાની જગ્યામાં કબ્જો ભોગવટા કરતા આવ્યા છે અને મેટ્રેસીસનો ધંધો કરી જીવન ગુજારે છે. અગાઉના વખતમાં એમનું ચાલી આવેલા મકાનની જગ્યાએ જ નવું મકાન તૈયાર કર્યું છે. જેની ફડવેલ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2009-10મા આકરણી કરી છે. આ સંદર્ભે ટીડીઓ હિરેન ચૌહાણે જણાવ્યું આ પ્રકરણમાં તપાસ કરી પંચાયતને યોગ્ય કાર્યવાહી માટે સુચના આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...