તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઘેકટી ગામના પહાડ ફળિયાનો બંધ રસ્તો પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લો કરાવાયો

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘેકટી પહાડ ફળિયાનો બંધ રસ્તો પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લો કરાયો - Divya Bhaskar
ઘેકટી પહાડ ફળિયાનો બંધ રસ્તો પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લો કરાયો
  • મામલતદારને રસ્તા બાબતે રજૂઆત બાદ હાથ ધરાયેલી કાર્યવાહી
  • 50 ફૂટ લંબાઇ અને 20 ફૂટ પહોળાઇ ધરાવતા રસ્તા પર દબાણ હતું

ઘેકટી ગામના પહાડ ફળિયામાં લાંબા સમયથી બંધ રસ્તો મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લો કરાવવામાં આવ્યો.ચીખલી તાલુકાના ઘેકટી ગામના પહાડ ફળિયામાં ઘેકટી-વંકાલ મુખ્ય માર્ગ પાસે બ્લોક નં. 98/2 માંથી 98/1 માં જવા માટેનો રસ્તા બાબતે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ માર્ગ પર દબાણ કરી માર્ગ બંધ કરી દેવાતા અવાર-નવાર વિવાદ સર્જાતો હતો.

જેમાં મામલતદાર દ્વારા રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરાતા શુક્રવારે નાયબ મામલતદાર સુરેશભાઈ દેસાઈ સહિતના સ્ટાફે પોલીસ બંદોબસ્તમાં એક મહિલા પોલીસ સહિત 3 પોલીસકર્મી સાથે મામલતદારના હુકમની અમલવારી કરાવી આ 50 ફૂટ લંબાઇ અને 20 ફૂટ પહોળાઇના રસ્તા પરના દબાણ દૂર કરવી રસ્તાને ખુલ્લો કરાવવવામાં આવ્યો હતો.છેલ્લા ઘણાં સમયથી રસ્તાના કારણે હેરાન પરેશાન થયેલા સ્થાનિકોમાં રસ્તો ખુલ્લો થતાં જ આનંદની લાગણી ફરી વળી હતી હતી.જોકે, કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે લાંબા સમય સુધી આ વિસ્તારમાં પોલીસનો પહેરો રાખવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...