કાર્યવાહી:પોલીસે પીછો કરતા જ બૂટલેગર ટેમ્પો નહેરમાં ઉતારી ભાગી છૂટ્યો

ચીખલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાસાની સીમમાં ટેમ્પોમાંથી 2 લાખથી વધુનો દારૂ મળ્યો

ચીખલી તાલુકાના ચાસા ગામની સીમમાંથી રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઇવ ટીમે 2 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એંધલના બૂટલેગર સહિત બેને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી હતી. સુરત રેંજ આઈજીની પ્રોહિબિશન ડ્રાઇવ ટીમના એએસઆઇ જયેશભાઇ ગોવિંદભાઈ, જયકૃષ્ણદેવ, યુવરાજસિંહ, તાહિરઅલી શાહબુદ્દીન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સુરત રેંજના પ્રોહીબીશન ડ્રાઈવ ટીમના સભ્યોને બાતમી મળી કે એંધલ ગામ પાસે એક યુવાન ટેમ્પામાં િવદેશી દારૂ ભરી ચાસા ગામેથી પસાર થનાર છે.

તે દરમિયાન એંધલ ગામના હનુમાન ફળિયામાં રહેતો બૂટલેગર ભાવેશ પટેલ પોતાની કબજાનો ટેમ્પો (નં. જીજે-05-બીટી-6733)માં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી રેઠવાણિયાથી ચાસા ગામ થઈ પસાર થનાર છે. બાતમીના આધારે પ્રોહિબિશન ડ્રાઇવ ટીમે ચાસા ગામની સીમમાં નહેરથી ઉઢવળ ગામ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા જેને ઉભી રાખવાનો ઈશારો કરતા ટેમ્પો ચાલકે પોલીસની નાકાબંધી જોઈ નહેરની જમણી બાજુ ઉઢવળ ગામ તરફ હંકારતા પોલીસે પીછો કરતા ટેમ્પો ચાલકે ચાલુ નહેરના વહેતા પાણીમાં છોડી મૂકી ટેમ્પોમાંથી ઉતરી નાસી ગયો હતો.

પોલીસે ક્રેઇન મારફતે ટેમ્પોને નહેરમાંથી બહાર કાઢી ચેક કરતા અંદરથી વિદેશી દારૂની તેમજ ટીન બિયરની નાની મોટી 2448 બોટલ કિંમત રૂ. 2,01,600 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત ટેમ્પોની કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 7,01,600નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોચાલક ભાવેશ (રહે. એંધલ) તેમજ માલ ભરી આપનાર અજાણ્યો શખસને ફરાર જાહેર કરી પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની તપાસ કરી આ િવદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો. તે વિશે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...