તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી બાંધેલી મહિલાની લાશ મળી

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આલીપોર-અંભેટા માર્ગ પરની ઘટના

ચીખલીના આલીપોર-અંભેટા માર્ગ પરથી પ્લાસ્ટીકના પીપડાના કેનમાં સેલોટેપથી લપેટાયેલી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આલીપોર ગામેથી આલીપોર-અંભેટા માર્ગ પર આયેશા પાર્ક સોસાયટી સામે આવેલા કોતરમાંથી પ્લાસ્ટીકના પીપના કેનમાં સેલોટેપથી લપેટાયેલી મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસે હત્યા કરી ફેંકી દેવાઈ હોય તેવી આશંકા સાથે તપાસ હાથ ધરી છે. ચીખલી પોલીસને લાશ મળ્યાની જાણ થતા પીઆઈ પી.જી.ચૌધરી, પીએસઆઈ ડી.આર.પઢેરીયા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે ધસી આવી લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે આ મહિલા કોણ છે અને ક્યાં રહે છે તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે. હાલ તો મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં આ ઘટના અંગે ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતા નવસારી ડીવાયએસપી પણ સ્થળ મુલાકાત લીધી હતી. જોકે આ લખાય ત્યાં સુધી મૃતક મહિલાની ઓળખ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...