ચેકિન સ્પોર્ટ ક્રિકેટ એકેડેમી (ચીખલી કોલેજ)એ વર્ષ-2022ના વર્ષના સમર કેમ્પની પૂર્ણાહૂતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 55 જેટલા નાના છોકરા અને છોકરીઓ આ એકેડેમીમાં ભાગ લઈને પ્રેક્ટિસનો સારો અનુભવ મેળવ્યો હતો. આ પૂર્ણાહૂતિ પ્રસંગે આ તમામ છોકરાઓના વાલીઓ તથા આ લાભાર્થી છોકરા- છોકરી હાજર રહ્યા હતા.
આ પ્રસંગે આ એકેડમીના સ્થાપક દર્શનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારના યુવાન છોકરા- છોકરીઓને રમતગમતમાં સારું પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં આગળ આવવાની તક મળે તે માટે સારું ગ્રીન ગાઉન્ડ તૈયાર કરી સારામાં સારા કોચ રાખી અને તમામ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે.
ચેકીન સ્પોર્ટ ક્રિકેટ એકેડમીના અહાંનદાસ ગુપ્તા, ક્રિષ્ના દેવાસી, વંશ મહેતા, વિશ્વ દેસાઈ, જશ વશી, મિથીલ પટેલ, ઉર્વશી ભાનુશાલી, ઉર્વી ભાનુશાલી, નિયા પટેલ, પ્રથમ પેઠાની એમ 10 છોકરાની પસંદગી બરોડા ક્રિકેટ એસોસિએેશનના બીલીમોરા સેન્ટરમાં થઇ છે એમને પણ દર્શનભાઈએ અભિનંદન પાઠવી ટ્રોફી અને સર્ટીફિકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બરોડા ડ્રિસ્ટક ક્રિકેટ એશોસિયેશનના બીલીમોરા અને નવસારી સેન્ટરનાં હેડ કોચ અને માજી રણજી ટ્રોફી ખેલાડી અરવિંદભાઈ પટેલ હાજર રહીને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ગ્રાઉન્ડ અને તમામ સગવડો જોઈ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગ દરમિયાન ચેકિન સ્પોર્ટના સોનલબેન દેસાઈ, આયુષ દેસાઈ, જયમલ નાયક, સોએબ તાઈ, મેહુલ રબારી તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.