આવેદન:જૈન સમાજ વિરૂદ્ધ ખોટો પ્રચાર કરતા મંડળ સામે કાર્યવાહી કરો

ચીખલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલીમાં સમગ્ર જૈન સમાજ દ્વારા પ્રાંતને આવેદન

ચીખલીમાં સમગ્ર જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી જૈન સમાજ વિરૂદ્ધ ખોટો પ્રચાર કરનાર અનોપ મંડળની તપાસ કરી તેના પ્રમુખ સહિતના સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અનોપ મંડળ એક જૈન વિરોધી સંગઠન છે. જે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ગામડાઓમાં જૈન ધર્મના સાધુ-સાધ્વીઓના વિરોધમાં લોકોના મનમાં ઝેર ભરવાનું કામ કરે છે.

જૈનોને કારણે જ આંતકવાદી હુમલાઓ થાય છે, પર્યાવરણનું પ્રદુષણ પાછળ પણ જૈન ધર્મના અનુયાયીઓનો જ હાથ છે. અનોપ મંડળ સતત જૂથો પ્રચાર કરીને ગામે-ગામે જૈનોની વિરોધ બળવો અને હિંસા કરવાનું કાર્ય કરી રહ્યાં છે. હવે એમનો દાવો છે કે કોરોના જેવી વૈશ્વિક મહામારી પણ જૈનો દ્વારા જ લાવવામાં આવી છે. વધુમાં આવેદનપત્રમાં જણાવાયું છે કે જૈન મુનિગણો અને સાધ્વીઓ હંમેશા પગપાળા ચાલે છે.

ગત પાંચ-દસ વર્ષોમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં થયેલી સડક દુર્ઘટનામાં 150 થી વધુ જૈન સાધુ-સાધ્વીઓના મૃત્યુ થયા છે. એ દુર્ઘટનામાં અનોપ મંડળનો હાથ હોવાનો ઇનકાર કરવામાં આવતો નથી. જેથી આ સમગ્ર બાબતે અનોપ મંડળની તપાસ કરાવી તેના પ્રમુખ સહિતના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...