તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ સેવા:ચીખલી-ખેરગામ તાલુકાના 89 ગામોની આરોગ્ય સેવા માટે ‘સુવર્ણા સંજીવની રથ’ અર્પણ કરાયો

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શારદા ફાઉન્ડેશન દ્વારા સ્પંદન હોસ્પિટલના સહયોગથી લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવા પૂરી પાડનાર સુવર્ણા સંજીવની રથનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયું હતું.

ચીખલી કોલેજમાં શારદા ફાઉન્ડેશનના સ્થાપક દર્શનભાઈ દેસાઈ સિનિયર ટ્રસ્ટી અરવિંદભાઈ દેસાઈ, કથાકર પ્રફુલ શુક્લ, ભાજપના અગ્રણી ડો.અમીતાબેન પટેલ, ડો.અશ્વિનભાઈ પટેલ,સ્પંદન હોસ્પિટલના ડો.હિમાંશુ પટેલ, ડો.પિયુષ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહીર, ડિરેકટર અનિલભાઈ ઉપરાંત હરતું ફરતું દવાખાનાના દાતા આનંદ ઘાસવાલા, મેહુલભાઈ દેસાઈ, ચંદ્રકાન્ત માંડવીયા સહિતનાની ઉપસ્થિતિમાં સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સુવર્ણા સંજીવની રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ રથ ચીખલી-ખેરગામ તાલુકાના 89 ગામોમાં ફરી લોકોને આરોગ્યની સેવા પુરી પાડશે. સાથે સાથે મહિનામાં બેવાર ચાર-પાંચ ગામના લોકોને ભેગા કરીને વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવશે. આ રથ વાતાનુકુલીત રથમાં તમામ પ્રકારની પ્રાથમિક સારવાર માટે સાથે બ્લડ યુરિન ટેસ્ટ અને ઓક્સિજન કન્સ્ટ્રેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં દર્શનભાઈ દેસાઈએ ઉપસ્થિતોને આવકારી ગામમાં લોકોને રોજીરોટી ગુમાવી દૂર દવાખાનામાં સારવાર માટે દર્દીને લાવતા હોય છે. તેને ધ્યાનમાં રાખી છેવાડાના માનવીને ઘરઆંગણે સારવાર મળી રહે તે માટે તેમની માતાના નામથી સુવર્ણા સંજીવની રથ શરૂ કરવાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું તેમજ લોકોનો સહકાર મળે તો હજી પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમ શરૂ થઇ ગયા છે.જેના ભાગરૂપે આજે આ હરતા ફરતા દવાખાનાનો શારદા ફાઉન્ડેશન દ્વારા પ્રારંભ કરાયો છે.ત્યારે કોઈ એક સંસ્થા કેટલા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી શકે તેની પ્રેરણા શારદા ફાઉન્ડેશન પાસેથી મળી શકે છે.સી.આર.પાટીલે સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી દર્શનભાઈને અભિનંદન આપ્યાં હતા. કાર્યક્રમના સંચાલક અરવિંદભાઈ દેસાઈ દ્વારા સી.આર.પાટીલ માટે લખાયેલ કવિતા અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા ભારત સરકારના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાના શુભકામના રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...