તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી સમયે અંકલેશ્વરમાં આઈઆઈએફએલ ગોલ્ડ ફાયનાન્સમાં લૂંટ થતા ભરૂચ જિલ્લા એલસીબીએ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી ચાર લૂંટારૂને ઝડપી પાડ્યા હતા. દરમિયાન ભરૂચ એલસીબીની તપાસમાં બે લૂંટારૂ ચીખલીમાં 7મી સપ્ટેમ્બર 2017એ આઈઆઈએફએલની કંપનીમાં લૂંટ ચલાવી હોવાનું બહાર આવતા ચીખલી પોલીસે બંને લૂંટારૂનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો.
આરોપી મોહસીન ઈમ્તિયાઝ ગુલામ મુસ્તફા મલેક (ઉ.વ. 33, રહે. ગ્રીનપાર્ક સોસાયટી, રાંદેર, સુરત) તેમજ સલીમ અબ્દુલ સિદ્દીકખાન (ઉ.વ. 29, રહે. ઝીલમિલ રો-હાઉસ, ઓલપાડ, જિ. સુરત, મૂળ રહે. રંગઅવધુત સોસાયટી વિભાગ-૩, રાંદેર, સુરત)ની ધરપકડ કરી હતી. બાદમાં રિમાન્ડ દરમિયાન પોલીસે ઉલટ તપાસ હાથ ધરતા અન્ય એક મોહમદ આરીફ ઉર્ફે બબ્બુ શાહજાહા ખાન (ઉ.વ. 32, રહે. રંગઅવધૂત સોસાયટી વિભાગ-2, રામનગર, રાંદેર રોડ, સુરત)ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્રણેય આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસે એક સ્કોડા કાર અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત બે જેટલા જમીનના પ્લોટના મૂળ કાગળો કબજે કર્યા હતા.
લૂંટ કરેલુ સોનુ સુરતમાં જ જે તે સમયે ભાવ મુજબ વેચી દીધું હતું. આ લૂંટનું સોનુ ખરીદનાર સુરતના સોનાના વેપારીની હજુ સુધી પોલીસે ધરપકડ કરી નથી પરંતુ સોનુ ગાળવાવાળાને પોલીસે શોધીને તેની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરી મોહસીન ઈમ્તિયાઝ મલેક અને સલીમ અબ્દુલ સિદ્દીક ખાનને અંકલેશ્વર, જ્યારે મહોમદ આરીફ ઉર્ફે બબ્બુ શાહજાહા ખાનને સબજેલ ખાતે મોકલી અપાયો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.