તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ચીખલીમાં ટ્રક ઓનર્સ એસો.ની હડતાળ યથાવત, આજે બેઠક

ચીખલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનના વર્તાતા એંધાણ

ચીખલીમાં ટ્રક ઓનર્સ એસોસિએશન હડતાળ યથાવત રહેતા સરકારને રોયલ્ટીની આવકમાં નુકસાની, માંગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમાં હડતાળ વધુ જ્વલંત થવાના એંધાણ વર્તાય રહ્યાં છે. દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતની આગેવાનીમાં 200થી વધુ ટ્રકોના પૈડાં થંભાવી દઇ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હડતાળમાં બે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન પણ કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવતા આવનાર દિવસોમાં આ હડતાળ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

ત્રણ દિવસની હડતાળ દરમિયાન બે વખત મિટીંગ યોજાઈ હતી. જેમાં એક વખત નવસારી ડીવાયએસપી ફળદુની મધ્યસ્થી પણ રહી પણ કોઈ નિરાકરણ આવી શક્યું ન હતું. જ્યારે શનિવારે ફરી બેઠક યોજાનારી હોય ત્યારે આ બેઠક ઉપર મીટ બંધાયેલી છે. ટ્રક એસો. ચાલી રહેલી હડતાળને પગલે સરકારની રોયલ્ટીની આવકમાં પણ ધરમખમ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. શનિવારે યોજાનારી બેઠક કેટલી સુખદ નીવડે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...