સરકારી તિજોરીને કરોડોની ખોટ:ક્વોરી એસોસિએશનની પડતર માંગણીને લઈ ચીખલી તાલુકાની તમામ ક્વોરીઓમાં હડતાળ

ચીખલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીખલીમાં રવિવારથી બંધ જોવા મળેલ ક્વોરી ઉદ્યોગ. - Divya Bhaskar
ચીખલીમાં રવિવારથી બંધ જોવા મળેલ ક્વોરી ઉદ્યોગ.
  • ચીખલી સહિત જિલ્લાભરની 100 જેટલી ક્વોરી રવિવારથી બંધ થતા હજ્જારો લોકોને અસર

ગુજરાત સરકાર દ્વારા પાછલા ઘણા વર્ષોથી પડતર માંગણીઓ ન સંતોષતા નવસારી જિલ્લા કવોરી એસોસીએશને પણ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામતા વિકાસ થંભી જવાના અણસાર વર્તાઈ રહ્યા છે. જિલ્લામાં આવેલ અંદાજીત 100થી વધુ જેટલી કવોરીઓ બંધ થતા સરકારી તિજોરીને કરોડોની ખોટ સાથે ૨૫ હજારથી વધુ લોકો બેરોજગાર બનશે.

નવસારી જિલ્લા ક્વોરી એસોસીએશન દ્વારા વર્ષ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પડતર માંગણીઓ મુદ્દે બેઠક બાદ સમાધાન થયું હતું. જોકે ત્યારબાદ પણ ક્વોરી ઉદ્યોગની સમસ્યાઓ જેમની તેમ જ રહી હતી. વર્ષોથી પડતર માંગણીઓ ન સંતોષતા કવોરી એસોસીએશન દ્વારા ફરી હડતાળનું શસ્ત્ર ઉગમ્યુ છે.

જેમાં ખાસ કરીને એક જ સમયે વ્યવસ્થિત ખાડા માપણી કરી લીઝ મંજુર કરવી, આરટીઓ કચેરીમાં વાહનની નોધણી થયા બાદ પણ ખાણ ખનીજ વિભાગમાં એક વાહનના 20 હજાર રૂપિયા ભરી નોધણી અને ઓવરલોડ વાહનો પકડાતા વાહન ડીટેઈન કરવા સુધીની કનડગત જેવી સમસ્યાઓનાં નિરાકરણ સાથે અન્ય માંગણીઓ કરવામાં આવી છે.

ક્વોરી એસોસીએશનની હડતાળના પગલે સમગ્ર રાજ્યની સાથે નવસારી જિલ્લામાં 100 જેટલી કવોરીઓ આજથી બંધ થતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 25 હજારથી વધુ લોકોનાં રોજગાર પર અસર વર્તાશે સાથે જ હજ્જારો ટ્રકના પૈંડા અટકી જતા સરકારી તિજોરીને રોજની દોઢથી બે લાખ રૂપિયાની ખોટ જવાની સંભાવના પણ વર્તાઈ રહી છે. હાલે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વેની કામગીરી સાથે રસ્તા અને કન્સ્ટ્રકશનના કામોને મોટી અસર થવા પામશે. જેને પગલે ગતિ પર રોક લાગી જવાની સંભાવના પણ છે.

અન્ય સમાચારો પણ છે...