તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂતોની ચીખલી એપીએમસીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની માફક પ્રતિ ચો.મી.નું રૂ. 900 મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે પૂર્વે ખેડૂતોને સાથે રાખી રિ-સરવે કરવામાં આવે ત્યારબાદ જ હાઇવે ઓથોરિટીને જમીનનો કબજો સોંપવાનો મક્કમ નિર્ધાર ખેડૂતો દ્વારા વ્યક્ત કરાયો હતો.
ખેડૂતોની બેઠક વલસાડ ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા ખેડૂત અગ્રણી અને એપીએમસીના ચેરેમન કિશોરભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ચીખલી સહિત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં પણ સંપાદિત થનાર જમીનનું વળતર પ્રતિ ચો.મી રૂ. 900 મુજબ ચૂકવવા માટે સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો છે ત્યારે આ માટે જિલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા સામૂહિક રીતે સ્થાનિક સાંસદ, ધારાસભ્યોને સાથે રાખીને કરવી પડશે. સાથે ખેડૂતોને સાથે રિ-સરવે કરવામાં આવે તે માટે પણ રજૂઆત કરવાનો નિર્ણય કરાયો હતો.
બેઠકમાં ખેડૂત આગેવાન ભગુભાઇ ઉપરાંત કિશોરભાઈ પટેલ સહિતના દ્વારા સી.આર.પાટીલ માટે વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી હતી.જોકે બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની માફક પ્રતિ ચો.મી.ની રૂ. 900 મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે પૂર્વે ખેડૂતોને સાથે રાખી રિ-સરવે કરવામાં આવે ત્યારબાદ જ હાઇવે ઓથોરિટીને જમીનનો કબજો સોંપવાનો મક્કમ નિર્ધાર ખેડૂતો દ્વારા વ્યક્ત કરાયો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.