ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રીસાઈડિંગ ઓફિસર સહિતના સ્ટાફની નિમણૂંક કરી માસ્ટર ટ્રેનર્સ દ્વારા સઘન તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કોઈપણ જાતના કારણો આપ્યા વિના ગેરહાજર રહેનાર 7 કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારાઇ હતી.176- ગણદેવી વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને ચીખલી તાલુકાનું તંત્ર સજ્જ બન્યું છે. 330 જેટલા પ્રીસાઇડિંગ ઓફિસર તથા 333 જેટલા પોલીંગ ઓફિસરની નિમણૂંક કરી દેવામાં આવી છે.
આ તમામ સ્ટાફને ચૂંટણી અધિકારી અમિતભાઇ ચૌધરી, મદદનીશ ચૂંટણી અધિકારી રોશનીબેન પટેલ, જે.એન.ચૌધરી સહિતનની ઉપસ્થિતિમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા થિયરી તથા ઇવીએમને ઓપરેટ કરવા સહિતની બાબતે સઘન તાલીમ શિસ્તબદ્ધ રીતે આપવામાં આવી હતી. આ તાલીમમાં કોઈપણ જાતના કારણો આપ્યા વિના ગેરહાજર રહેનાર 7 કર્મચારીને ચૂંટણી જેવી રાષ્ટ્રીય કામગીરીમાં નિષ્કાળજી બદલ કારણદર્શક નોટિસ પાઠવી તેઓની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.