તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મજીગામ હાઇવે પર ઉભેલા કન્ટેનરમાં પાછળથી એસટી બસ અથડાઇ જતા સાત મુસાફરોને ઇજા

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલવાસથી કોપર ભરી વડોદરા તરફ જઈ રહેલા કન્ટેનરમાં પંચર પડી જતાં ઉભું હતું
  • એસટી બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

મજીગામ હાઈવે નં. 48 પર એસ.ટી બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 જણાને નાની-મોટી ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. સેલવાસથી કોપર ભરી વડોદરા તરફ જઈ રહેલું કન્ટેનર (નં. ડીએન-09-એન-9811) શનિવારે સવારના સાતેક વાગ્યાના સમય દરમિયાન હાઈવે પર મજીગામ કાલાખાડી નજીક પંકચર પડતા રોડની સાઈડે ચાલકે ઉભું રાખ્યું હતું. દરમિયાન બપોરના સમયે વાપીથી ચીખલી આવી રહેલી એસ.ટી. બસ (નં. જીજે-18-ઝેડ-3887)ના ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા ઉભેલા કન્ટેનરમાં પાછળના ભાગેથી બસ અથડાવી દીધી હતી.

આ અકસ્માતમાં એસ.ટી બસને વ્યાપક નુકસાન થયું હતું. આ અંગેની જાણ મજીગામના સરપંચ કમલેશ હળપતિને થતા સ્થાનિકો સહિત સ્થળ ઉપર ધસી આવ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત બસના ડ્રાઇવર-કંડકટર સહિત અન્ય સાત જણાંને 108ની મદદથી ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. તબીબો સહિતના સ્ટાફે ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરી હતી. અકસ્માતને પગલે વલસાડ-સુરત નેશનલ હાઇવે પર વાહન-વ્યવહારને પણ અસર થઈ હતી. જોકે કન્ટેનરનું ટાયર પંક્ચર થતા સલામતી માટે પાછળ ચોક્કસ અંતરે કોઈ બેરીકેટ કે ચેતવણીદર્શક બોર્ડ પણ જોવા મળ્યું ન હતું.

બીજી તરફ બાજુની ટ્રેક પર દોડતા વાહનના ચાલકે વાહન રોંગ સાઈડ દબાવતા એસ.ટી બસના ચાલકને લાચારી સર્જાતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં સદનસીબે જાનહાનિ સર્જાઈ ન હતી. શનિવાર સાંજ સુધી આ અકસ્માતની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી ન હતી. આ બાબતે પોલીસે સીસીટીવી અને અન્ય ચાલકોના િનવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોની યાદી
હસમુખ ધુરીયાભાઈ પટેલ (ડ્રાઇવર), રાજેશ ઉકાભાઈ પટેલ (કંડકટર) (બંને રહે.ડુમલાવ તા.પારડી), લક્ષ્મીબેન બાલુભાઈ રાઠોડ (ઉ.વ.60), ભારતીબેન મહેશભાઈ હળપતિ (ઉ.વ.37) (બંને રહે. ધમડાછા, તા.ગણદેવી), ગીતાબેન સુરેશભાઈ પટેલ (ઉ.વ-61, રહે. તલાવચોરા), વિજય રણછોડભાઇ ગોસાઈ (ઉ.વ. 50, રહે. વાંસદા તળાવ ફળિયા) અને ચૌયીત્ય મનિષ પટેલ (ઉ.વ. 22, રહે.ગણદેવી ખરીખાડી)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...