વિકાસ:સમરોલી જિ.પં. બેઠક વિસ્તારમાં 5 કરોડથી વધુના વિકાસ કામોનો પ્રારંભ

ચીખલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમરોલી જિલ્લા પંચાયત બેઠકના વિસ્તારમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે 5 કરોડ રૂપિયાની વધુ વિકાસના કામોનો પ્રારંભ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. વંકાલ ગામે રૂ. 1.46 કરોડના કામના પ્રારંભ સાથે કેબિનેટ મંત્રીનું સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

મજીગામ આસોપાલવ હિલ સોસાયટી પાસે નેશનલ હાઇવે થી પ્રાથમિક શાળા થઈ મલ્લિકાર્જુન મહાદેવ મંદિર તરફ જતા માર્ગના નવિનીકરણના એક કરોડ રૂપિયાના કામનો પ્રારંભ કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે બાંધકામ અધ્યક્ષ દિપાબેન પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ગાવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ ડો.અમિતાબેન,જિલ્લા સભ્ય નિકુંજ પટેલ,એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલ,સરપંચ કમલેશ હળપતિ ભાજોના હોદ્દેદાર જયેશભાઇ, કમલેશભાઈ સહિતની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સમરોલીમાં અંબામાતા મંદિર પાસે થાલા-અંભેટા રોડ 105 લાખ, થાલા હળપતિવાસ જોઇનિંગ નેશનલ હાઇવે 19.20 લાખ, આલીપોર મજીવેડ આંગણવાડી 7.06 લાખનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે સ્થાનિક સરપંચ મંગુભાઇ તળાવીયા, આગેવાન કલ્પેશભાઈ પટેલ,તાલુકા સભ્ય ગીતાબેન પૂર્વ સરપંચ સુમનભાઇ સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વંકાલ ગામે કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલનું સ્વાગત કરાયું હતું. પૂર્વ સરપંચ દીપકભાઈ,ભાજપ અગ્રણી જીતુભાઇ, તાલુકા સભ્ય સેજલબેન, ભાજપના મહામંત્રી સમીર પટેલ સહિતની ઉપસ્થિતિમાં મધ્યા ફળિયા રોડનું નવિનીકરણ 33 લાખ, નલ સે જલમાં પાણી પુરવઠા યોજનાનું 58 લાખ મળી રૂ. 1.46 કરોડના વિકાસના કામોનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના આયુષ્યમાન ભારત યોજનાના 1074 જેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વંકાલ ગામમાંથી ભાજપને મોટી સરસાઈ મળી રહી છે અને લાખો રૂપિયાના વિકાસના કામો પણ થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંકલન સાથે અવરીત પણે વિકાસની ગતિ ચાલી રહી છે. આ સાથે તેમણે આયુષ્યમાન ભારતના કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે વંકાલના પૂર્વ સરપંચ દીપકભાઈને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...