તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સપ્રેસ-વેના અસરગ્રસ્તોની ચીખલીમાં બેઠક:રૂ.900 ચો.મી. પ્રમાણે વળતર બાદ જમીનનો કબજો : ખેડૂતો

ચીખલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવારે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના અસરગ્રસ્ત ખેડૂતોની ચીખલી એપીએમસી ખાતે બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં બુલેટ ટ્રેનની માફક પ્રતિ ચો.મી.નું રૂ. 900 મુજબ વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોને સાથે રાખી રિ-સરવે કરાયા બાદ જ હાઇવે ઓથોરિટીને જમીનનો કબજો સોંપવાનો નિર્ધાર ખેડૂતો દ્વારા વ્યક્ત કરાયો હતો.

વલસાડ ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઇ પટેલની અધ્યક્ષતામાં એપીએમસીના ચેરેમન કિશોરભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ચીખલી સહિત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું્ હતું. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં પણ સંપાદિત થનાર જમીનનું વળતર પ્રતિ ચો.મી રૂ. 900 મુજબ ચૂકવવા માટે સરકારે હકારાત્મક અભિગમ દાખવ્યો છે ત્યારે આ માટે જિલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા સામૂહિક રીતે સ્થાનિક સાંસદ, ધારાસભ્યોને સાથે રાખીને કરવી પડશે.

ચીખલી એપીએમસીની આ બેઠકમાં ખેડૂત અગ્રણીઓ અને અસરગ્રસ્તોએ એવો પણ નિર્ણય લીધો હતો કે એક્સપ્રેસ વે માટે ખેડૂતોને સાથે રાખીને રિ-સરવે કરવામાં આવે તે માટે પણ રજૂઆત કરવામાં આવશે. જોકે બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની માફક પ્રતિ ચો.મી.ની રૂ. 900 મુજબ વળતર ચૂકવવામાં આવે અને તે પૂર્વે ખેડૂતોને સાથે રાખી રિ-સરવે કરવામાં આવે ત્યારબાદ જ હાઇવે ઓથોરિટીને જમીનનો કબજો સોંપવાનો મક્કમ નિર્ધાર ખેડૂતો દ્વારા વ્યક્ત કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો